ગુજરાત: કચ્છ જિલ્લા (Kutch district) ના મુન્દ્રા (Mundra) તાલુકામાં આવેલ મોટી તુંબડી ગામમાં રહેતો એક જાડેજા પરિવાર ફક્ત 2 જ દિવસનાં સમયમાં પુરેપુરો વેરવિખેર થઈ ગયો હતો. પતિના કુદરતી મોતના વિયોગમાં પત્ની (Wife) એ એસિડ પી ને આપઘાત (Suicide) કરી લેતા બે વર્ષના બાળક તેમજ 5 વર્ષની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
કચ્છ જિલ્લામાં આવેલ મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામમાં રહેતા સવુભા નવુભા જાડેજા ગાર્ડનનું કામ સંભાળતી કંપનીમાં ફરજ બજાવી રહ્યા હતા. ગઈકાલે સવારનાં સુમારે 30 વર્ષનાં સવુભા કંપનીમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે જ હ્રદયરોગનો હુમલો આવી જતા તેને પ્રાથમિક સારવાર આપ્યા પછી ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા.
અહીં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ યુવાનના દુઃખદ નિધન પછી તેના નશ્વર દેહને તેના ગામમાં લઈ જઈને સમાજના રીતિ રિવાજ પ્રમાણે અંતિમવિધિ પણ કરવામાં આવી હતી. ખુબ જ દુખની વાત તો એ છે ક, બે માંસુમોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
પતિના નિધનના વિયોગમાં પત્નીએ કર્યો આપઘાત:
પતિના અવસાન પછી અંતિમવિધિ પૂર્ણ થયાને હજુ તો 24 કલાક પણ પૂર્ણ થયા ન હતા ત્યાં તો સવુભાના પત્ની લીલાબાએ પતિના નિધનના વિયોગમાં એસિડ પી લેતા સૌપ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલમાં તેમજ બાદમાં શહેરની જ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા. જ્યાં આજે સવારે 8 વાગ્યાનાં સુમારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બે સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી:
સવુભા તેમજ લીલાબાના અંદાજે આજથી 7 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્નજીવન વખતે દંપતીને સંતાનમાં 5 વર્ષની પુત્રી તેમજ 2 વર્ષનો દીકરો છે. ફક્ત 2 દિવસમાં માતા-પિતાના અવસાન થતા બંને સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. દંપતીના નિધનના પગલે નાના એવા તુંબડી ગામમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.