એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે. તો બીજી અવાર-નવાર માતાની મમતા મરી પરવારી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અજાણી મહિલા દોઢ વર્ષની સૂતી બાળકીને તરછોડી અજાણ્યા પેસેન્જરના ભરોસે છોડી બાથરૂમ જવાનું કહી ત્યાંથી જતી રહી હતી.
જોકે, થોડા સમય બાદ પેસેન્જરને ટ્રેનનો સમય થતાં અને મહિલા પરત ન ફરતા પેસેન્જરે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીને બાળકી વિશે જાણ કરી ત્યાંથી જતા રહ્યા હતા. થોડા સમય સુધી અજાણી મહિલા પરત ન ફરતા સુરક્ષા જવાન બાળકીને જીઆરપી પોલીસ મથક લઈ ગયો હતો. જ્યાં પોલીસે બાળકીને તરછોડી જનારી મહિલા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જીઆરપી પીઆઈ આર.એમ.ચુડાસમાએ જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 6 વાગે સ્ટેશનના જૂના મુસાફિર ખાના (કોન્કોર હોલ)માં ગુજરાત ટૂરિઝમની ઓફિસ પાસે કેટલાક પેસેન્જરો બેઠા હતા ત્યારે એક અજાણી મહિલાએ બાથરૂમમાં જવાનું કહી નજીકમાં બેઠેલા પેસેન્જરને બાળકીનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. જોકે થોડા સમય સુધી મહિલા પરત ન ફરતા ત્યાં હાજર સુરક્ષા જવાનને પેસેન્જરોએ જાણ કરી ત્યાંથી જતા રહ્યા હતા.
સુરક્ષા જવાન બાળકીને લઈ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જ્યાં ચાઇલ્ડ લાઇન સંસ્થાના કર્મચારીને બોલાવી બાળકી સોંપાઈ હતી. હાલમાં બાળકીની મેડિકલ તપાસ કરવાનું હોવાથી તેને સિવિલમાં દાખલ કરાઈ છે. વધુમાં આ ઘટનાની તપાસ પીએસઆઈ એસ. જે. પરમારને સોંપાઈ છે. હાલ સીસીટીવી ફૂટેજ તપાસાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.