કેટલાંક લોકો અન્ય લોકોથી કઈક અલગ કરી બતાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવતાં હોય છે. કોઈપણ સંજોગોમાં, તે વાતને નકારી શકાય નહીં કે, ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ ના કોઈપણ ટાઈટલને પ્રાપ્ત કરવું તે એક મોટી ઉપલબ્ધિ છે પણ જો એ ખોરાક વિશે છે તો લોકોમાં એનું એક જુદું જ આકર્ષણ રહેલું હોય છે.
હાલમાં જ એક મહિલાએ પાસ્તા ખાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જેને જોઈ બધાં ફૂડિઝનું દિલ પણ કંઈક આવું કરવાનું થશે. ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ ની ઓફિશિયલ ફેસબુક પ્રોફાઇલ પર શેર કરવામાં આવેલ એક વીડિયોમાં અમેરિકાના એરિઝોનાની મિશેલ લેસ્કો સ્પીડમાં પાસ્તા ખાતી બતાવવામાં આવી છે.
ચેલેન્જ એ હતી કે, શક્ય હોય તો સૌથી ઓછા સમયમાં કુલ 100 ગ્રામ પાસ્તા તથા સૉસ ખાવો. મિશેલ લેસ્કોએ માત્ર 26.69 સેકન્ડમાં આ કામ પૂર્ણ કર્યું હતું. આટલા ઓછા સમયમાં પાસ્તા ખાઈને એણે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વિડિયો ક્લિપ તે તમામ લોકોની છે કે, જેમણે પહેલાં પણ આ વિશેષ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
વિડિયો શેર કર્યા પછી આ વીડિયોને કુલ 54,000 લોકો દ્વારા જોવામાં આવ્યો છે તથા દર્શકોની સંખ્યા ખુબ વધી રહી છે. લોકોએ આ વિડિયોને સોશિયલ મીડિયા પર એકબીજાની સાથે શેર કર્યો હતો, કેટલાંક યુઝર્સે એમની કમેન્ટ્સ તથા રિએક્શન પણ આપ્યા હતા. આની ઉપરાંત કેટલાંક લોકો એવા પણ હતા કે, જેમણે તક મળે તો તે મહિલાને ચેલેન્જ કરવાની વાત પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle