સામન્ય રીતે આપડે સમાજ પર નજર નાખીએ તો એક તો એવી ઘટના સામે આવે કે સાસરિયામાં આવેલી દીકરી સાથે ના કરવાના કામ કર્યા. ખરેખર લગ્ન બાદ સાસરીયામાં આવેલી દીકરીને પોતાની સગી દીકરીની જેમ રાખે તો કોઈ પણ પ્રકારની ઘટના ન સર્જાય. અને દરેક લોકો સુખેથી રહે. પરંતુ અહિયાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણી તમે ચોંકી જશો.
રાજસ્થાનમાં એક ખુબ જ શરમાવે તેવી ઘટના સામે આવી છે.આ ઘટનામાં પત્નીને તલાક આપી ડે છે. અને પતિએ ટ્રિપલ તલાક આપ્યાના થોડાક કલાક બાદ સસરા અને અન્ય એક સંબંધીએ પરિણીતા પર કથિત રીતે ગેંગ રેપ કર્યો હતો. આ ઘટના 22 નવેમ્બરે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં સર્જાણી હતી અને બીજા દિવસે પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ યુવતી 25 વર્ષની હતી. પીડિતાના લગ્ન વર્ષ 2015 માં થયા હતા અને લગ્નના બીજા જ વર્ષે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. તે બાદ તરત જ તેનો પતિ અને સાસરિયા તેને દહેજ લાવવા માટે શારીરિક અને માનસિક રીતે ખુબ ત્રાસ આપતા હતા.
ભિવાડીના DCP એ જણાવતા કહ્યું કે, “ફરિયાદ કરનાર યુવતીએ અમને જણાવ્યું હતું કે, 20 નવેમ્બરે દહેજની માંગ પૂરી ન કરવા પર સાસરિયાએ તેને રૂમમાં બંધ કરી દીધી હતી અને ત્યારબાદ મારઝૂડ કરી હતી. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે તેનો પતિ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને ટ્રિપલ તલાક આપી દીધા હતા. તે જ દિવસે રાત્રે પીડિતાનો સસરો અને અન્ય એક સંબંધી રૂમમાં ઘૂસી આવ્યા હતા અને ધમકાવીને હવસનો શિકાર બનાવી હતી.”
પીડિતાએ ફરિયાદ કરતાં પોલીસે તરત જ તેની મેડિકલ તપાસ કરાવી હતી અને નિવેદન પણ રેકોર્ડ કર્યું હતું. પરંતુ કોઈને ધરપકડ કરી નથી. આમ છતાં એક યુવાન મહિલા સાથે આટલી મોટી ઘટના સર્જાય છે તેમ છતાં પોલીસ અધિકારીઓ કાનમાં આંગળીઓ ભરાવીને બેઢા છે તેવું લોકોને લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.