મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઈમેલ મોકલીને કહ્યું: ’20 કરોડ દો, નહીં તો માર દૂંગા’

Published on Trishul News at 12:44 PM, Sat, 28 October 2023

Last modified on October 28th, 2023 at 12:45 PM

Threat to Mukesh Ambani News: ભારત અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર,એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ઇસમે તેમની પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.20 કરોડ રૂપિયા ન આપવાના બદલામાં વ્યક્તિએ લખ્યુ છે કે, તે તેમને મારી નાંખશે. આ વ્યક્તિએ ઈમેલમાં(Threat to Mukesh Ambani News) એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પાસે શ્રેષ્ઠ શાર્પ શૂટર્સ છે. આ તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીને તેમના ઈમેલ આઈડી પર ઈન્બોક્સમાં એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, જો મુકેશ અંબાણી એ અજાણ્યા વ્યક્તિને 20 કરોડ રૂપિયા નહીં આપે તો તે તેમને મારી નાખશે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, વ્યક્તિ પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સમાંથી એક છે. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે પોલીસને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે.

પોલીસે નોંધ્યો કેસ
સમગ્ર મામલે ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોધવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.

પહેલા પણ મળી હતી ધમકી
તારીખ 6 ઓક્ટોબર, 2022 ના રોજ ધમકી આપનાર વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીની ઓળખ 30 વર્ષીય રાકેશ કુમાર મિશ્રા તરીકે કરવામાં આવી હતી. 5 ઓક્ટોબર 2022ના રોજ આરોપી વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ આખી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. તે દરમિયાન પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે, આરોપી યુવક બેરોજગાર છે.

Be the first to comment on "મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઈમેલ મોકલીને કહ્યું: ’20 કરોડ દો, નહીં તો માર દૂંગા’"

Leave a comment

Your email address will not be published.


*