સુરતમાં વહેલી સવારે ફિલ્મીઢબે બંદૂકના નાળચે 1 કરોડથી વધુની લૂંટ -જુઓ LIVE CCTV ફૂટેજ

Early Morning Robbery At Gunpoint In Surat: ગતિશીલ ગુજરાતમાં ગતિશીલ શહેરમાં ધોળે દિવસે લુંટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લુખ્ખા તત્વોને જાણે કોઈ ખાખી વર્દીનો…

Early Morning Robbery At Gunpoint In Surat: ગતિશીલ ગુજરાતમાં ગતિશીલ શહેરમાં ધોળે દિવસે લુંટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. લુખ્ખા તત્વોને જાણે કોઈ ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે દિન દહાડે લોકો પર લુંટ ચલાવવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી (Early Morning Robbery At Gunpoint In Surat) સામે આવી છે જેમા અસામાજિક તત્વો વહેલી સવારે જ રસ્તા વચ્ચે લુંટ ચલાવી રહ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે.

સુરતમાં આજે વહેલી સવારે લૂંટની ચોકાવનારી સામે આવી રહી છે. સુરતના સરથાણા વાલક પાટિયા પાસે આંગડિયા પેઢીની ઊભેલી કારને લૂંટારાએ ટાર્ગેટ કરી હતી. બીજી એક કારમાં આવેલા ચારથી પાચ જેટલા લુટારાઓએ હથીયાર બતાવી આંગડિયા પેઢીના કર્મીને આંતરી એક કરોડથી પણ વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પોલીસને જાણ થતા સરથાણા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. પોલીસે CCTVના આધરે લૂંટારાને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

રોડ વચ્ચે ફિલ્મી ઢબે લૂંટ
સુરતમાં આજે વધુ એક વખત ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી રહી છે. આ બનાવની મળતી માહિતી અનુસાર સુરતની ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારી રૂપિયા અને જરૂરી સામાન સરથાણા વાલક પાટિયા પાસે કારમાં ઊભા રાખી ભરતા હતા. તે દરમિયાન અન્ય એક ઇકો કારમાં ચારથી પાંચ લુટારાઓએ આવીને લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની ઉચ્ચ અધિકારીની ટીમ દોડી આવી
આ સમગ્ર મામાલની જાણ થતા પોલીસને તથા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બનાવને પગલે જુદી જુદી ટીમોને પણ કામે લગાવી હતી. આસપાસના CCTVની તપાસ કરવામાં આવી હતી. જેમાં CCTVમાં એક કાર અને કેટલાક શખસો ભાગતા પોલીસને જોવા મળ્યા હતા. પોલીસે CCTV અને જુદીજુદી પોલીસની ટીમ બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

ઘાતક હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર
ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીએ જણાવ્યું છે કે, વહેલી સવારે રસ્તામાં અમારી ઇકો કાર ઊભી હતી અને સામાન ભરી રહી હતી. આ દરમિયાન સામેથી બીજી ઇકો કાર આવી હતી. જેમાંથી ચારથી પાંચ જેટલા લૂંટારા બંદૂક અને ધારિયા જેવાં હથિયારો લઈને તેમાંથી ઊતર્યા હતા. ત્યારપછી અમારી પાસે આવીને કારમાં તોડફોડ કરી કારમાં રહેલો તમામ માલ-સામાન અને રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *