યુવતી કારમાં પેટ્રોલ નખાવી રહી હતી, અચાનક જ એક બદમાશે આવીને લગાવી દીધી આગ અને પછી…- વિડીયો જોઇને હચમચી જશો

કેટલીકવાર આપણે આપણી આસપાસની ઘટનાઓથી અજાણ હોઈએ છીએ, પરંતુ આપણી સામેના લોકો આગળ વધીને મદદ કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા(Social media) પર એક સીસીટીવી…

કેટલીકવાર આપણે આપણી આસપાસની ઘટનાઓથી અજાણ હોઈએ છીએ, પરંતુ આપણી સામેના લોકો આગળ વધીને મદદ કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા(Social media) પર એક સીસીટીવી ફૂટેજ(CCTV footage) વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. એક કારમાં બેઠેલી મહિલા પોતાની કારમાં ઇંધણ નખાવવા માટે પેટ્રોલ પંપ પર આવી હતી, પરંતુ તેને ખબર નહોતી કે તેમની પાછળ કોઈ પડ્યું છે. અચાનક એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર આવ્યો અને કારની પેટ્રોલ ટાંકીમાંથી પાઇપ કાઢીને આગ લગાવી દીધી, તે પછી શું થયું, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પેટ્રોલ પંપ પાસે આવીને વ્યક્તિએ કારને આગ ચાંપી દીધી હતી:
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા એક કાર લઈને પેટ્રોલ લેવા માટે ઓઈલ સ્ટેશન પર જતી જોઈ શકાય છે. કારમાં આરામથી બેઠેલી મહિલાએ પંપના કર્મચારીને કારમાં ઇંધણ નાખવાનું કહ્યું. પંપના કર્મચારીએ કારની ટાંકીમાં પાઈપ નાખ્યો અને થોડે દૂર ગયા. ત્યારે અચાનક પાછળથી એક વ્યક્તિ આવ્યો અને તેણે કારમાંથી પાઇપ બહાર કાઢી. પોતાની પાસે રાખેલા લાઈટરથી તેણે પાઈપમાંથી નીકળતું ઓઈલ અને કારની ટાંકીને આગ ચાંપી દીધી હતી. એક સેકન્ડમાં કારમાં આગ લાગી ગઈ.

પંપના કર્મચારીઓએ હિંમત કરીને આગને કાબુમાં લીધી હતી
આ ઘટના દરમિયાન કારમાં બેઠેલી મહિલા સાવ અજાણ હતી. જ્યારે કારમાં આગ લાગી, ત્યારે પંપના કેટલાક કર્મચારીઓ તેને ઓલવવા આવ્યા, જ્યારે એક વ્યક્તિએ પહેલા મહિલાને કારમાંથી બહાર કાઢી અને તેને ત્યાંથી જવાનું કહ્યું. ઓઈલ પંપ પર હાજર કર્મચારીઓએ હિંમત દાખવી અને ત્યારબાદ અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના સમગ્ર ઘટના ચીનની હોવાનું સામે આવ્યું છે. મહિલા ચીનમાં પેટ્રોલ સ્ટેશન પર બેઠી કે તરત જ તે વ્યક્તિએ કારમાં આગ લગાવી દીધી. આગ લગાડનાર વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *