હવે કાળઝાળ ગરમી (Heat)થી લોકોને રાહત મળી છે, કારણ કે ચોમાસા (Monsoon)નું આગમન થઈ ચુક્યું છે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ(Rain) પણ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ ખુબ જ ઠંડક ભર્યું થયું છે. ત્યારે ચોમાસામાં ઘણી વાર આકાશમાં અવનવા દ્રશ્યો સર્જાતા જોવા મળતા હોય છે. હાલ એવું જ એક ઘટના સામી આવી છે. વરસાદની સાથે વંટોળીયા તમે ભાગ્યેજ જોયા હશે. તેવામાં સુરેન્દ્રનગર (Surendranagar)માં વરસાદ સાથે ભયંકર વંટોળીયું ત્રાટકયું હતું. જેના કારણે આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાં વરસાદ સાથે વંટોળીયું આવ્યું હતું. લખતર તાલુકાના વિઠ્ઠલગાઢ અને જ્યોતિપરા ગામ આસપાસનાં વિસ્તારમાં વરસાદ સાથે વંટોળીયા જોવા મળ્યા હતા. જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અહીયાના દ્રશ્યો જોતા લાગી રહ્યું હતું કે જાણે અકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો.
આવા વંટોળીયા મોટા ભાગે વિદેશમાં જોવા મળતા હોઈ છે જે ખુબજ ઘાતક હોઈ છે અને ખુબજ નુકસાન પહોચાડતા હોઈ છે. આ વંટોળીયાની તસવીરો લોકો તેના મોબાઈલમાં કેદ કરવા લાગ્યા હતા. સાથે જ ગ્રામજનોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરાઓ પણ ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, 24 જુનથી વરસાદનું જોર વધશે. તેમજ બીજી તરફ રાજ્યમાં 21 તાલુકા એવા છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી. આમ 24 જુનથી ગીર- સોમનાથ દીવ, સુરત, દાદરા નાગર હવેલી, ભાવનગર, તાપી, વલસાડ, નવસારી, દમણ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.