લોકડાઉન વચ્ચે સુરતમાં મજૂરોનો હંગામો, ઘરે જવાની જીદમાં ચાપી આગ: જુઓ વિડીયો

કોરોનાવાયરસ મહામારી પર કાબૂ મેળવવા માટે દેશભરમાં ૧૪ એપ્રિલ સુધી lockdown લાગુ કરવામાં આવેલું છે. આ વચ્ચે ગુજરાતના સૂરતમાં હજારો મજૂરો પર રોડ પર નીકળી આવ્યા છે. અને lockdown વચ્ચે સુરત અચાનક ઉકળવા લાગ્યું. હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રોડ પર ઉતરી આવ્યા અને ઘરે મોકલવાની માંગણી કરવા લાગ્યા. બાલ એટલી વધી ગઈ કે મજૂરોએ આગ ચાંપવાની શરૂ કરી દીધી.પોલીસે જ્યારે કેટલાક લોકોની ધરપકડ કરી ત્યારે જઈને મામલો શાંત થયો.

દેશની ડાયમંડ નગરી સુરતમાં શુક્રવારે અચાનક હાહાકાર મચી ગયો. એક સાથે હજારો મજૂરો રોડ પર ઉતરી આવ્યા. મજૂરોએ ખૂબ હંગામો કર્યો. ઘણી ગાડીઓ તથા લારીઓમાં આગ લગાવી. સુરતમાં બપોર સુધી બધું સામાન્ય હતું. લોકોમાં કોરોના નો ભય અને રોડ પર lockdown ને લીધે સન્નાટો હતો. પરંતુ સાંજ થતાની સાથે જ શહેરના લસકાણા વિસ્તારની ખામોશી અવાજમાં બદલાઈ ગઈ.વિસ્તારમાં રહેતા બીજા રાજ્યના તમામ મજૂરોએ મોરચો માંડયો અને ઘરે જવાની માંગણી કરવા લાગ્યા.

પોલીસ એ 900 થી 1300 લોકો ના ટોળા વિરૂદ્ધ નોંધ્યો રાયોટીંગ નો ગુનો. ગત રોજ વતન જવાની માંગ ને લઇ ઉશ્કેરાયેલ કારીગરોઓ એ રસ્તા પર ઉતરી તોડ ફોડ કરી ટાયર સળગાવી મચાવ્યો હતો ઉત્પાત. રાત્રી દરમિયાન 92 જેટલા સરથાણા અને કાપોદ્રા પોલીસ એ ધમાલ મચાવનાર ની કરી હતી ધરપકડ . સરથાણાપોલીસે IPC કલમ ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૪૯,૧૫૧,૧૫૨,૩૩૬,૩૪૧,૩૫૩,૪૩૫,૪૨૭,૨૬૯, ૨૭૦,૧૮૮ તથા ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *