ગઈકાલે એટલે કે, 10 ઓગસ્ટે ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત માટે આ દિવસ ગૌરવશાળી છે. ગુજરાતે સિંહોને જે રીતે જાળવી રાખ્યા છે, જેને લીધે હાલમાં આપણે ‘એશિયાટિક લાયન્સ’ હોવાનું ગૌરવ લઈ શકીએ છીએ.
ગુજરાતમાં આવેલ ગીર જંગલમાં સિંહનો નજારો માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવતા રહેતા હોય છે. PM નરેન્દ્ર મોદીએ પણ ‘વિશ્વ સિંહ દિવસ’ પર પોતાની યાદગીરી શેર કરી છે. ગીર સફારીમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં મુસાફરો આવતા રહેતા હોય છે. જેઓ સિંહની એક ઝલક જોવા માટે તલપાપડ હોય છે.
ગીરનાં જંગલમાં એક સિંહ એવો છે કે, જેને જોવા માટે સૌથી વધારે ડિમાન્ડ રહેલી છે. આ સિંહની એક ઝલક મળી જાય તો મુસાફરો સુખદ અનુભવ માનવામાં આવે છે. આ સિંહ ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ કહેવામાં આવે છે. આજે સિંહ દિવસ પર ગીરના સૌથી સુંદર સિંહ વિશે જાણીએ.
ગીર જંગલ સફારીમાં સૌથી મોટું આકર્ષણ દેવરાજ સિંહ છે. દેવરાજ સિંહની એક ઝલક જોવા માટે મુસાફરો તલપાપડ હોય છે તો ફોટોગ્રાફર્સમાં પણ દેવરાજ સિંહનું આકર્ષણ વધારે રહેલી છે. દેવરાજ સિંહ ગીર જંગલનો સૌથી વધારે દેખાવડો સિંહ ગણાય છે.
આ સિંહ સુંદર હોવાની સાથે પુખ્ત વયનો પણ છે. તેના સુંદર આકર્ષણ રહેવા પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. તેની કેશવાળીને લીધે તે સૌથી હેન્ડસમ સિંહ ગણાય છે.
દેવરાજ સિંહની ખાસિયત:
દેવરાજ સિંહની ઉંમર લગભગ 9 વર્ષ જેટલી છે. જયારે ઈનો ઉછેર દેવળિયા સફારી પાર્કમાં થયો છે. આની સાથે જ તે પુખ્ત વયનો સિંહ છે. તેની કેશવાળી અન્ય સિંહોની તુલનાએ સૌથી વધારે રહેલી છે. તેની કેશવાળીમાં કેસરી તેમજ કાળા રંગનું મેચિંગ તથા ઘટાટોપ રહેલું છે.
દેવરાજના સુંદર આકર્ષણ પાછળનું કારણ:
દેવરાજના જન્મના 4-5 માસ પછી તેની માતાનું મોત થઈ ગયું હતું. જેને લીધે વન વિભાગ તેને દેવળિયા સફારી પાર્કમાં લઈ આવ્યો હતો. આની સાથે જ દેવરાજને બીજા સિંહોની જેમ ખોરાક માટે સંઘર્ષ કરવો પડ્યો નથી. ન તો જંગલમાં ભટકવુ પડ્યું છે. તે વન વિભાગની દેખરેખ નીચે ઉછેર્યો છે.
આની સાથે જ તેને સફારી પાર્કમાં તૈયાર ભોજન મળી જતુ હોય છે. આની સાથે જ અત્યાર સુધીમાં તેની કોઈ સિંહો સાથે ઈન્ફાઈટ પણ થઈ નથી. અન્ય પ્રાણીઓની જેમ તેને જંગલમાં સંઘર્ષ કરવો પડતો નથી. તેના સુંદર દેખાવની પાછળ આ તમામ કારણો જવાબદાર રહેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.