ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…

ચાણક્ય જી દ્વારા કહેવામાં આવેલી નીતિઓ આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય જે નીતિ બતાવી છે .જો કોઈ વ્યક્તિ તેનો સાચી રીતે અનુસરણ કરે તો તેનું કલ્યાણ જ થાય છે. આજના કળીયુગમાં દરેક લોકોની ઇચ્છા હોય છે કે વધુમાં વધુ પૈસા કમાવા અને સુખ ભોગવવા. કોઈને અખૂટ સંપત્તિ ની ચાહત હોય છે તો કોઈને માન-સન્માનની તો કોઈને આ ભાગદોડ ભરેલી જિંદગીમાં મોક્ષ મેળવવાની.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે મનુષ્ય ફક્ત આ ચાર વસ્તુ માં જ મોહ રાખવો જોઈએ. આ ચાર વસ્તુ સિવાય દુનિયાની દરેક બહુમુલ્ય વાળી વસ્તુ નકામી છે. આવો જાણીએ આચાર્ય ચાણક્ય કઈ ચાર વસ્તુ ને દુનિયાની સૌથી કીમતી ચીજ બતાવી છે.

દુનિયામાં સૌથી મોટી આ વસ્તુ છે.
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે દુનિયામાં ભોજન અને પાણીનું દાન જ સૌથી શ્રેષ્ઠ દાન છે. આ સિવાય બીજી કોઈ વસ્તુ દુનિયામાં કીમતી નથી. જે વ્યક્તિ ભૂખ્યા તરસ્યા ને ભોજન અને પાણી પીવડાવે છે તે જ પુણ્યાત્મા છે. તેથી દુનિયાની સૌથી કીમતી ચાર વસ્તુઓ માં આ એક છે.

બીજી કીમતી ચીજ બારસની તિથિ.
આચાર્ય ચાણક્ય હિંદુ પંચાંગ ની 12મી થી જેને બારશ કહે છે તેને સૌથી પવિત્ર તિથી કહી છે. બારસની તિથિ એ પૂજા-આરાધના અને ઉપવાસ કરવો તો તેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા દ્રષ્ટિ મળે છે. બારસની તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે.

સૌથી તાકાતવાન મંત્ર.
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે આ દુનિયામાં ગાયત્રી મંત્રથી મોટો બીજો કોઈ મંત્ર નથી. માતા ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. બધા જ વેદોની ઉત્પત્તિ ગાયત્રી માંથી થઈ છે.

માં થી મોટું બીજું કોઈ નથી.
આચાર્ય ચાણક્ય ના મત મુજબ આ ધરતી ઉપર માં જ સૌથી મોટી છે. માં થી મોટું ન તો કોઈ તીર્થ છે, ન તો કોઈ ગુરુ છે.
જે વ્યક્તિ માતા-પિતાની સેવા કરે છે તેને બીજા કોઈ ભક્તિ કાર્યો કરવાની જરૂર નથી.

આ વાતને ચાણક્ય નીતિ માં એક શ્લોક સ્વરૂપે કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.
नत्रोड़क सम दानम न तिथि द्वादशी समा।
न गायत्री परो:  मंत्रो न मतृदेवात्म परम।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *