પ્રાચીન સમયમાં રાજા-મહારાજા પાસે ધનનો ભંડાર હતો તેમજ એ સમયની રાજકુમારીઓ પાસે પણ કઈ ઓછી સંપતી ન હતી. હાલમાં આવી જ જાણકારી સામે આવી રહી છે. જેને જાણીને આપ ચોકી જશો.મુઘલ યુગની ઘણી મહિલાઓ એવી છે કે જેનાં વિશે લોકો જાણતા પણ નથી, પરંતુ એમાંની ઘણી એવી પણ છે કે જેમને ઇતિહાસ આજે પણ યાદ છે.
મુમતાઝ મહેલ, નૂરજહાં તથા જહાં આરાના નામ સૌપ્રથમ આવે છે. શું આપ જાણો છો કે દુનિયાની સૌથી ‘ધનિક’ શહેજાદી મુગલ બાદશાહની દીકરી હતી? હા, ઇતિહાસકારોનું પણ એવું જ કંઈક માનવું છે. આ અમીર રાજકુમારીનું નામ આરા હતું, જે મુઘલ બાદશાહ શાહજહાં તેમજ મુમતાઝ મહેલની મોટી દીકરી હતી.
એવું મનવામાં આવે છે, કે બાદશાહ શાહજહાંએ જહાં આરાની માટે કુલ 6 લાખ રૂપિયાનું વજીફા નક્કી કર્યું હતું. વજીફા એટલે ભરણ પોષણ માટે મળતી આર્થિક મદદ. એ સમયે, જ્યાં આરા માત્ર 14 વર્ષની જ હતી. આ વૃત્તિ પ્રાપ્ત કર્યા બાદ એ ફક્ત મુઘલ યુગ જ નહીં પણ દુનિયાની સૌથી ધનિક રાજકુમારી બની ગઈ.
જ્યાં આરાનો જન્મ ઈ.સં.1614 માં થયો હતો. ઈ.સં.1631 માં મુમતાઝ મહલનાં મૃત્યુ બાદ શાહજહાંએ જહાં આરાને પાદશાહ બેગમ બનાવી દીધા હતાં. તેને મહેલની બાબતોની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી, જ્યારે એ સમયે સમ્રાટની વધારે પત્નીઓ હતી. આ સમયે જ્યાં આરા માત્ર 17 વર્ષની જ હતી.
ઇતિહાસકારોનાં મત અનુસાર મુમતાઝ મહલનાં મૃત્યુ બાદ એની તમામ સંપત્તિનો અડધો ભાગ આરાને આપી દેવામાં આવ્યો હતો. જ્યાં બાકીનો અડધો ભાગ બીજા બાળકોમાં વહેંચી દેવામાં આવ્યો હતો. એવું મનવામાં આવે છે, કે એની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી.
એ સમયે કુલ 1 લાખ રૂપિયા પણ આજે અબજો તેમજ ટ્રિલિયનની બરાબર છે. જ્યારે આરાને દર વર્ષે કુલ 10 લાખ રૂપિયા તો વજીફા તરીકે જ મળતાં હતાં.આપ દિલ્હીમાં આવેલ ચાંદની ચોક માર્કેટને વિશે સાંભળ્યું જ હશે પણ આપને ખબર નહીં હોય કે ચાંદની ચોકની ડિઝાઇન જહાં આરાએ જ તૈયાર કરી હતી.
આટલું જ નહીં, એમણે શાહજહાનાબાદમાં કેટલીક ઇમારતો પણ બનાવી હતી. જો, કે આ બાબતે ઇતિહાસકારોમાં મતભેદો છે. જહાં આરાએ ફારસીમાં પણ કુલ 2 પુસ્તકો પણ લખ્યા હતા.જ્યાં આરાનો નાનો ભાઈ ઔરંગઝેબ, છઠ્ઠા મુગલ બાદશાહ ઔરંગઝેબ ઉત્તરાધિકારની લડાઇમાં એના ભાઇ દારા શિકોહનાં સમર્થન કરવાને લઇને એણે તથા બાદશાહ શાહજહાંને આગ્રાનાં કિલ્લામાં કેદ કરી દીધા હતાં.
જો, કે શાહજહાંનાં મૃત્યુ પછી ઔરંગજેબે તેમજ જહાં આરાની વચ્ચે સામંજસ્ય બની ગયો હતો. ઐરંગજેબે એને રાજકુમારીથી મહારાણીનું બિરુદ આપ્યું હતું. જહાં આરા આજીવન અવિવાહીત રહ્યા હતાં તેમજ વર્ષ 1681માં માત્ર 67 વર્ષની વયમાં એમનું મોત થયું હતું. એમની કબર હજરત નિજામુદ્દીન ઔલિયાની દરગાહની નજીક જ આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews