ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કાલે બપોરે ગાંધીધામ એરપોર્ટ(Gandhidham Airport) પર આવી પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ ગરબામાં ભાગ લીધો હતો અને માં અંબેની પૂજા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. પછી 2જી ઓક્ટોબર એ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને ઇસુદાન ગઢવીએ સંયુક્ત પ્રેસ કોનફરન્સ કરી હતી.
આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક ગાય માટે ₹40 પ્રતિદિન આપીશું: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે અમે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરીશું, જેમા એક ગેરંટી હશે જે અમે આજે ગુજરાતની જનતાને આપવાના છીએ. આપણે બધા ગાયને માતા માનીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ પરંતુ ગુજરાતમાં જે રીતે ગાયો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તે ખૂબ જ દુઃખદ છે. ઘણા લોકોએ તેના વિશે મને ફરિયાદ કરી.
દિલ્હીમાં અમે દરેક કામ માટે દરરોજ ₹ 40 ખર્ચીએ છીએ, જેમાંથી ₹ 20 દિલ્હી સરકાર અને ₹ 20 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમારી સરકાર દરેક ગાય માટે પ્રતિદિન ₹40 આપશે. અને દરેક જીલ્લાની અંદર એક પાંજરાપોળ બનાવવામાં આવશે જેથી જે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે અને જે ગાયો રસ્તા પર રખડતી હોય તેમને પાંજરાપોળમાં લઈ જવામાં આવશે જેથી ત્યાં તેમની સંભાળ રાખી શકાય. ગાય માટે જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.
પંજાબમાં અમે ગાય રક્ષા કમિશનને મજબૂત કરી દીધું: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, પંજાબમાં અમારી સરકારમાં એક ગાય રક્ષા કમિશન છે. ગાય ગૌશાળાને બદલે રસ્તા પર ફરતી હોય છે ત્યારે રસ્તાઓ પર અનેક અકસ્માતો સર્જાય છે. જ્યારે ગાય શહેરોમાં ફરે છે ત્યારે તે પ્લાસ્ટિક ખાય છે. ક્યારેક રસ્તાઓ પર ગાયો તડપી-તડપીને મૃત્યુ પામે છે. અને જ્યારે ગામમાં સવા સો ગાયોનું ટોળું ખેતરોમાં જાય છે ત્યારે પાકને નુકશાન થાય છે. એટલા માટે અમે ગાય રક્ષા કમિશનને મજબૂત કરી દીધું છે.
આખા પંજાબમાં જેટલી પણ ગૌશાળાઓ છે એમને અમે કહી દીધું છે કે તમારે જેટલી પણ જમીન જોઈતી હોય તો અમે એટલી જમીન આપીશું. પંજાબના લોકો એમ પણ દાન-પુણ્ય કરવામાં વિશ્વાસ રાખે છે, તેથી ગાય માટે ચારો ઘણો બધો આવે છે. અમે તમામ ગૌશાળાઓને કહી દીધું છે કે, તમારે એક પણ ગાયને એટલા માટે છોડવાની નથી કેમ કે તમારી પાસે જમીન નથી કે પછી તમારી પાસે ગાયને ખવડાવવા માટે ચારો નથી. અમે તમારી બધી રીતે સહાય કરીશું પરંતુ ગાયોનાં મૃત્યુ ન થવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.