ઊંઘ ન આવવી એ આજ ના યુગ નો મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. વિશ્વમાં અસંખ્ય લોકો આજે અનિદ્રાની સમસ્યાથી જીવી રહ્યા છે. ચિંતા, ટેન્શન, એકધારું કામ, વારંવાર ગુસ્સે થવાય તેવી સ્થિતિ આવી પરિસ્થિતિ મગજના જ્ઞાનતંતુને ઉશ્કેરાયેલા આ જ રાખે છે. શરીર અને મન પરનુ તાણ રાત પડવા છતાં આપમેળે ઘટતું નથી. જ્યારે આવી પરિસ્થિતિમાં ઊંઘ ના આવે એટલે કુત્રિમ રીત બનેલી પ્રશામક ઔષધો ગ્રહણ કરવામાં આવે છે. સાથે-સાથે આ દવા આવો ઘેનમાં ધકેલી દે એવા નશાકારક પદાર્થોની ભરપૂર હોય છે તેના કારણે ઊંઘ આવે છે.
ઊંઘ ને ટીકડી લેવા છતાં સવારે વહેલા ઊઠતા સ્ફૂર્તિ કે ઉલ્લાસ એવું લાગતું નથી. આખા દિવસ થાકનો અનુભવ થાય છે. આવી રોજની પરિસ્થિતિથી માણસ ધીમે ધીમે અશાંત અને ઉદાસ થવા લાગે છે. અને એનું પાચન તંત્ર બગડે છે.
અનિદ્રાનો આર્યુવેદિક ઉપચાર.
જો અનિદ્રાના ઉપચાર અંગે વિચારો હોય તો વ્યક્તિ દીઠ છે જુદા-જુદા કારણો હોય તેને જાણી અને સમજી ને નિવારણનો મૂળગામી ઉપચાર કરવો જોઈએ. જેમકે લોકોને નીંદ ના આવવાના અલગ-અલગ કારણો હોઈ શકે તો તે કારણો જાણી અને સમજી ને તેનો નિકાલ લાવી શકાય છે. કારણ જાણ્યા સિવાય બીજો કોઈ ઉપાય છે. તેમ છતાં ઊંઘ ન આવવાની ટીકડી કારણ વગર લેવામાં આવે તો પણ શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. કદાચ એ ટીકડી લેવાથી તમને ઊંઘ આવી જશે, પરંતુ તમારું મૂળ કારણ તે દૂર નહીં થાય.અનિદ્રાથી પીડાતી વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી બજારમાં મળતી નિદ્રાપ્રદ દવાઓ ન લેવી. ઊંઘ માટે બજારો દવા લેવાથી અનિદ્રાનું કારણ દુર થયા વિના ઊંઘ આવી જાય. અને દવાનું વ્યસન વધતું જાય છે. પરિણામે દવાના જ્ઞાનતંતુ નબળા થઈ જવાથી શરીરમાં સુસ્તી અને મનમાં આખો દિવસ નીરઉત્સાહનો અનુભવ થાય છે.
ઉત્તમ ઔષધ અશ્વગંધા
અશ્વગંધા એ આયુર્વેદનો ઉત્તમ નિદ્રાપ્રદ ઔષધ છે. અનિદ્રામાં આ વાયુની વૃદ્ધી મુખ્ય હોય છે. અને અશ્વગંધા એ પરમ વાતશામક છે. અશ્વગંધા બળવર્ધક અને પૌષ્ટિક અને રસાયણ અને પીડાશામક છે. એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી તેમાં ૫ થી ૧૦ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકરીયા ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. પાણી બળી જાય એટલે ઉતારીને નવશેકું હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલા એકાદ કલાક અગાઉ પી જવું જોઈએ. આ ઉપચાર ગઢોળા પાચન સુધારી વાયુનો નાશ કરે છે. ગોળમાં ગંઠોડા નું ચૂર્ણ તથા થોડું ઘી નાખી ગોળી વાળીને રોજ રાત્રે ખાવાથી સરસ મજાની ઊંઘ આવે છે.
ઉનાળામાં અને શરદ ઋતુમાં માથા પર અને પીઠ પર પાણી પડે એ રીતે ફુવારામાં સ્નાન કરવું. રાત્રે અગાસીમાં ઠંડો પવન આવતો હોય એ રીતે સુવું. હાઈ બ્લડ પ્રેશરના કારણે ઊંઘ ના આવતી હોય તો શંખપુષ્પી અને અશ્વગંધા નું મિશ્રણ રોજ રાત્રે એક ચમચી જેટલું લેવાથી સારી ઊંઘ આવે છે. આ મિશ્રણ પછી દૂધ અને પાણી પીવું વધારે ફરજિયાત છે.
પિત્ત અને ગરમીના કારણે ઊંઘ ના આવતી હોય તો પગના તળિયે ઘી ઘસવું. સાકર નાખેલું એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી જવું. રોજિંદા ખોરાકમાં ઘી અને દૂધ વગેરેનો પોતાની પ્રકૃતિ અને અનુકુળતા પ્રમાણે ઉપયોગ કરવો. અનિદ્રાનો એક ઉત્તમ અને અસરકારક ઉપાય છે સવાસન. આ સિવાય પ્રાર્થના, ધ્યાન, પ્રિય સંગીત અને શાંત ખુલ્લું પવિત્ર વાતાવરણ પણ ઊંડી મીઠી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.