આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે પણ બીજા રાજ્ય કે જ્યાં દારૂ પીવું એ સામાન્ય વાત છે પણ ત્યાં લગ્નમાં દારૂ પાર્ટી બંધ રાખવી એ બહુ મોટી વાત છે. આજકાલ લગ્ન તો ઘણા બધા થાય છે અને બધા પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે. આજે પણ એવા જ એક લગ્ન વિષે વાત કરવાના છે જેમાં એક દીકરીએ પિતા પાસે એવું વચન માગ્યું કે જે જાણીને તમે પણ ચોંકી જશો.
એ વાત તો સાચી જ છે કે, દારૂની દુકાનો ખોલવી જ ના જોઈએ અને તેની માટે ઘણી મહિલાઓ આ વિરુદ્ધ આંદોલન પણ કરે છે. અને એમાં પણ જયારે કોઈ લગ્ન પ્રસંગની વાત આવે કે ઘણી જગ્યાએ પ્રસંગમાં દારૂની પાર્ટીઓ પણ રાખવામાં આવે છે. અને આ પરંપરા તોડવામાં આ દીકરીએ ખુબ સારું કામ કર્યું છે. આ કિસ્સો કોટી બહેડા ગામની છે.
જ્યાં એક યુવતીએ પોતાના લગ્નના કાર્ડ પર એક એવો મેસેજ છપાવડાવ્યો કે બધા ચોંકી ગયા. જે યુવતીના લગ્ન હતા તે યુવતીએ તેના પિતાને અનુરોધ કર્યો કે, લગ્નના કાર્ડ પર દારૂ પાર્ટી નહિ કરવામાં આવે એવું લખાવો. આ વાત પિતાને થોડી અટપટી લાગે છે પણ તેમણે દીકરીની વાત માની લીધી અને લગ્નની કંકોત્રી પર લખાવડાવ્યું કે આ લગ્નમાં કોઈ દારૂ પાર્ટી થશે નહિ જો કોઈ દારૂ પીતું કે વહેંતું દેખાશે તો તે લગ્ન કરશે નહિ.
આમ આ દીકરીએ કરેલા કામથી દરેક વ્યક્તિ ખુશ છે અને તે દીકરીની વાહ વાહ થઇ રહી છે. આ વાત સાચી છે કે, આ યુવતી દ્વારા કરવામાં આવેલ કાર્ય પછી જે પણ વ્યક્તિ આ વાત વિષે જાણે છે એ આ દીકરીને આશીર્વાદ આપે છે અને બીજી યુવતીઓએ પણ તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ એવો અનુરોધ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.