અડધી રાત્રે પણ સેનાનાં 900 જેટલા જવાનોએ મળીને કર્યું એવું પ્રશંસનીય કાર્ય કે ઉભા થઇ કરશો સેલ્યુટ

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ થતાં રહેતાં રહેતાં હોય છે. આવા વિડીયો ખુબ લાંબા સમય સુધી ચર્ચામાં રહેતાં હોય છે. હાલમાં પણ આવો જ એક ખુબ વાયરલ થયેલ વિડીયો સામે આવી રહ્યો છે. ઘણીવાર તો આપણને આશ્વર્ય પમાડે એવાં કેટલાંક વિડીયો સામે આવતા હોય છે.

આ વિડીયો જોઇને તમને પણ ખુબ ગર્વ થશે. તો આવો જાણીએ સમગ્ર ઘટના વિશે… વર્ષ1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વીર જવાનોના સ્મમાનમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે, BSF ના જવાનો દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર મધ્યરાત્રિ એટલે કે, 13 અને 14 ડિસેમ્બરની રાત્રીનાં સમયે કુલ 180 કિમીની રિલે દોડ ચલાવી હતી.

સૌથી વિશેષ બાબત તો એ છે કે, સૈનિકોએ અનુપગઢમાં કુલ 11 કલાકથી ઓછા મૂલ્યાંકન વખતે આ રેસ પૂર્ણ કરી હતી. અનુપગઢ માં આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવતાં કહ્યું હતું કે, રાષ્ટ્રવિરોધી પરિબળોને ખ્યાલ હોવો જોઇએ. વર્ષ 1971ના સમયથી ભારતીય સૈન્ય આજે વધારે શક્તિશાળી બન્યું છે, જેથી હાલમાં 12 વાગ્યા સુધી BSFના કુલ 900 થી વધારે સૈનિકોએ મળીને આ રેસ પૂર્ણ કરી હતી.

ANI એ પોસ્ટ કર્યો વિડીયો :
મહત્વની વાત તો એ છે કે, BSF એ ભારતનું અર્ધલશ્કરી દળ છે કે, જે શાંતિકાળમાં ભારતીય બોર્ડરની સીમા સુરક્ષા માટે જવાબદાર હોય છે, આ જવાનો મોટા ભાગે ટ્રાઈન્ડ હોય છે તથા ભારત-પાકિસ્તાન તથા ભારત-બાંગ્લાદેશની સીમા પર હાજર હોય છે.

વર્ષ 1971 માં રાજસ્થાનના મોરચે ભારત તથા પાકિસ્તાનની વચ્ચે રાજસ્થાનના મોરચે ખુબ ખૂંખાર લડાઇઓ લડાઈ હતી. અહીં અંદાજે તમામ મોરચે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને ધૂળ ચટાવી દેવામાં આવી હતી. અહીં જુઓ આ વિડીયો કે, જેને જોઇને તમને ગર્વ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *