યુવકને સેલ્ફી લેવાની ઘેલછા ભારે પડી ગઈ હતી. સેલ્ફી લેવા માટે ઓવર હેડ ઇલેક્ટ્રિફિકેશન પોલને સ્પર્શ કરતા જ યુવકને હાઇ-વોલ્ટેજ વીજ કરંટ લાગ્યો અને તે જીવતો સળગવા લાગ્યો. ડાકા સાથે વીજ તારમાં સ્પાર્કિંગ થતાં આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના કૌશાંબી માંથી સામે આવી છે. દુર્ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના કૌશાંબીના પુરમુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના મંદાર ગામની છે. આ યુવકનું નામ શાહરૂખ છે, તે સોમવારે તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. રમીને પરત ઘરે આવતી વખતે પ્રયાગરાજ-કાનપુર રેલવે લાઈન પર બની રહેલા ગુડ્સ ટ્રેનના ટ્રેક પર શાહરૂખ સેલ્ફી લેવા ગયો હતો. ત્યારે લગભગ 3.30 થયા હશે.
સેલ્ફી લેવાની ઘેલછા યુવકને ભારે પડી, યુવક હાઇ વોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવતા જીવતો સળગ્યો…#national #ઉત્તરપ્રદેશ #વીજ_કરંટ #news #trishulnews pic.twitter.com/fsNXiQsCls
— Trishul News (@TrishulNews) December 27, 2022
શાહરૂખ સેલ્ફી લેવા માટે રેલ્વે લાઇન પાસે આવેલા OHEના થાંભલાને અડતાની સાથે જ હાઈવોલ્ટેજ કરંટ લાગ્યો અને શાહરૂખ જીવતો જ સળગવા લાગ્યો. ત્યાર બાદ તેના મિત્રોએ રેલવે સ્ટાફને જાણ કરી. અને પાવર કટ કરવામાં આવ્યો. અને ત્યાર બાદ શાહરૂખ વીજપોલથી છૂટો પડ્યો અને તડપી રહ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તરતજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ત્યાર બાદ પોલીસ ગંભીર રીતે દાઝી ગયેલા શાહરૂખને SRN હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે શાહરૂખની હાલત ખુબ જ ગંભીર હતી. શાહરૂખના પિતા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, શાહરૂખને ક્રિકેટ રમવાનો ખુબજ શોખ છે, તેના મિત્રો સાથે શાહરૂખ મેચ રમવા ગામની બહાર રેલવે લાઇનને પાર કરીને બીજી તરફ ગયો હતો. શાહરૂખ દર વખતે આ રેલવે લાઇનને પાર કરીને આવતો હતો. ખબર નહીં આજે કેમ તેને પાછું આવતી વખતે સેલ્ફી લેવાનો વિચાર આવ્યો અને સેલ્ફી લેવાના ચક્કરમાં વીજ કરંટની ઝપેટમાં આવીને સળગી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.