છેલ્લાં 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ; 2ની ધરપકડ

173 Kg Of Drugs Seized: ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે. દરિયામાંથી 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જેની કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે.મહત્વનું છે કે, રવિવારે પણ ગુજરાત એટીએસ, એનસીબી(173 Kg Of Drugs Seized) અને કોસ્ટ ગાર્ડને ફરી એક મોટી સફળતા હાથ લાગી હતી. ત્રણેય ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને પોરબંદર દરિયામાંથી પાકિસ્તાની બોટ અલ રઝા કબ્જે કરીને 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 86 કિલો હેરોઈન જેની કિંમત 600 કરોડ થાય તે કબ્જે કરવામાં આવ્યું હતું.

કઈ રીતે ઓપરેશન પાર પાડ્યું
બે દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં, અરબી સમુદ્રમાં 2 ગુનેગારો અને 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ભારતીય માછીમારી બોટને પકડી પાડવામાં આવી હતી. ATS ગુજરાતના ચોક્કસ અને વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, ICG એ વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને એરક્રાફ્ટને સમુદ્રના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા, તેની ખાતરી કરીને કે ICG દ્વારા દરિયાઈ હવાના સંકલિત સર્વેલન્સથી બચી ન જાય. સકારાત્મક રીતે શંકાસ્પદ બોટની ઓળખ કર્યા પછી, તેને ઝડપથી અટકાવવામાં આવી હતી.

સંડોવાયેલા સભ્યોની વધુ તપાસ ચાલુ
તપાસમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ અને 2 ગુનેગારો સાથેની ફિશિંગ બોટ આશરે દાણચોરીમાં સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. 173 કિલો ડ્રગ્સના જથ્થા સાથે જપ્ત કરાયો છે. સંડોવાયેલા ક્રૂની વધુ તપાસ ચાલુ છે. દરિયામાં ડ્રગસની હેરફેરને રોકવા માટે ICG અને ATS ગુજરાતના સંયુક્ત પ્રયાસોના સંકલન અને સફળતાનો પુરાવો છે.

3 દિવસમાં 2000 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
નોંધનીય છે કે, આરોપીઓ દ્વારા પોલીસ બોટને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. જેથી ભારતીય ટીમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિને ઇજા થઈ છે. જોકે આ સિવાય 3 જેટલા પેકેટ આરોપીઓ દ્વારા દરિયામાં ફેંકી દેવાની ઘટના પણ સામે આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસમાં 2000 કરોડથી વધુનો ડ્રગ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.

ગઈકાલે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાની શખ્સો
નાસીર હુશેન, મહંમદ સિદ્દીક, અમીર હુસેન, સલલ ગુલામ નબી, અમન ગુલામ નબી, બઘલખાન, અબ્દુલ રાશીદ, લાલ બખ્સ, ચાકરખાન, કાદિર બખ્સ, અબ્દુલ શમાદ, એમ હકીમ, નૂર મહમદ, મહંમદ હુશેન ખાન નામના 14 પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે. આ તમામ શખ્સો પાકિસ્તાનના બ્લોચીસ્તાનના રહેવાસી છે.