સુરત (Surat): “લોહીના સબંધો કરતા દિલના સબંધો મજબૂત હોય છે. એકવાર લોહીના સબંધો દગો દઈ જાય પણ દિલ ના સબંધો કયારેય દગો નહિ દે” સુરતમાં આ પંક્તિ સાર્થક થઇ છે. એવું કહેવાય છે કે પ્રેમને કોઈ ઉમર કે રૂપ-રંગ નથી જોવાતા. પ્રેમના ફૂલ સુક્કા રણમાં પણ ખીલી ઉઠે છે.
આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પ્રેમના બંધનમાં પણ બંધાતા હોય છે. ત્યારે હાલમાં પણ આવી જ એક કહાની સામે આવી છે. સુરત (Surat) માં સાત સમંદર પારથી લગ્ન કરવા માટે દુલ્હન ભારત આવી અને દેશી વર સાથે સમગ્ર હિંદુ રીતિ-રિવાજો સાથે લગ્ન કરી સાત જન્મના બંધનમાં બંધાઈ ગઈ છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે, પ્રેમના સીમાડા ન હોય તે કહેવત આજે સુરતમાં સાર્થક બની છે. સુરતનો એક યુવક પોલેન્ડ (Poland) અભ્યાસ અર્થે ગયો હતો. ત્યારે યુવકને પોલેન્ડની એક યુવતી સાથે પ્રેમ થયો હતો. ત્યાર બાદ પોલેન્ડની યુવતી સુરત આવી અને સુરતમાં હિંદુ રીત રીવાજ મુજબ યુવક સાથે લગ્ન કર્યા હતા.
પોલેન્ડમાં એમબીએનો અભ્યાસ કરતો સુરતના યુવક સાથે પોલેન્ડની યુવતીને પ્રેમ થયો હતો. ત્યાર બાદ લગ્ન કરવા માટે યુવતી યુવક સાથે સાત સમંદર પાર કરીને ભારત દેશમાં આવી હતી. પોલેન્ડની યુવતી સુરતના યુવક સાથે હિંદુ રીત રીવાજ મુજબ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં રહેતા વાલજીભાઈ રાઘવભાઈને સંતાનમાં એક પુત્રી વૈશાલી અને એક પુત્ર 29 વર્ષીય ભૂમિક છે. પુત્રી વૈશાલી જે લંડનમાં રહે છે. વાલજીભાઈ મૂળ ભાવનગરના વતની છે. ભૂમિકને પોલેન્ડમાં રહેતી ઇવેલીના નામની એક યુવતી સાથે પ્રેમ થયો હતો.
ત્યાર બાદ બંનેએ લગ્નના તાંતણે બંધાવાનું નક્કી કર્યું. ભૂમિકએ જયારે આ વિષે તેના માતા-પિતાને કયું ત્યારે દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી કહી અને બંનેએ લગ્નની મંજૂરી પણ આપી દીધી હતી. ત્યાર બાદ બંનેએ સુરતમાં હિંદુ રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.