ભક્તોની સંખ્યાની સાથે ચારધામ યાત્રા(Chardham Yatra) દરમિયાન કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 63 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કહેવાય છે કે કેદારનાથ(Kedarnath) યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના મોતના સૌથી વધુ કેસ નોંધાયા છે. એવામાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પારડી (Pardi)ના કલસર સહિત 40 ભક્તોનું ગ્રુપ ચારધામની યાત્રાએ પહોંચ્યું હતું.
હરિદ્વાર બાદ ઉત્તરાખંડના કેદારનાથમાં 32 વર્ષીય કલસરનો યુવાન ખીણમાં પડી જતા દોડધામ મચી ગઇ હતી. આ અંગેની જાણ ઉત્તરાખંડ પોલીસને કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન યુવાનની લાશ મળી આવી હતી. જે લાશ યાત્રાળુઓને સોપવામાં આવી હતી. જેને લઇને ચારધામની યાત્રાએ ગયેલા ભક્તો અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતકની કેદારનાથમાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ધનેશ ભીખુભાઇ પટેલ (ઉ.વ.32) પારડીના કલસર સડક ફળિયામાં રહે છે. ધનેશ તેના 40 લોકોના ગ્રુપ સાથે 21મે ના રોજ ઉત્તરાખંડ સહિત ચારધામની યાત્રાએ નીકળ્યું હતું. તેમણે સૌપ્રથમ હરિદ્વારનું સ્ટોપ કર્યું હતું. જ્યાં ધનેશ પટેલને પડી જવાથી માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ બીજા દિવસે યાત્રીઓનું ગ્રુપ કેદારનાથ જવા રવાના થયું હતું. કેદારનાથની નજીક રામપુર ખાતેની એક હોટેલમાં 40 લોકોએ રોકાણ કર્યું હતું.
ધનેશ પટેલ સવારે હોટેલની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન તે ઊંડી ખીણમાં પડી ગયો હતો, જે રામપુરના સ્થાનિકોએ જોયું હતું. જેથી સ્થાનિક લોકોએ ઉત્તરાખંડ પોલીસને જાણ કરી હતી. ઉત્તરાખંડ પોલીસે ધનેશના મૃતદેહને શોધી કાઢ્યો હતો. કેદારનાથમાં જ મૃતકની અંતિમ વિધિ કરી દેવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક ધનેશ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ચારધામ યાત્રાએ જતા ભાવિક ભક્તોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.