સમગ્ર રાજ્ય તથા દેશ-વિદેશમાં ગઈકાલે ઉત્તરાયણનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ઉત્તરાયણનાં દિવસે મોતની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ગળા કપાવા તથા ધાબા પરથી નીચે પડવા સહિત કુલ 209 જેટલા કોલ 108 ઇમરજન્સીને મળ્યા છે.
સૌથી વધારે કોલ અમદાવાદમાંથી કુલ 77 કોલ મળ્યા છે. જેમાંથી કુલ 22 લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે કુલ 28 લોકો દોરીને લીધે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ વડોદરામાં કુલ 20, રાજકોટમાં કુલ 16 તથા સુરતમાં કુલ 14 જેટલા કોલ દોરી વાગવા તથા નીચે પડવાના મળ્યા છે.
સંતરામપુરના યુવકનું દોરીથી ગળું કપાતા થયું મોત :
ગોધરા હાઇવે પર મોરાથી મોરવા હડફ બાજુ જઈ રહેલ બાઈક ચાલક યુવકને ગાળામાં દોરી વાગતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સંતરામપુરના નાની રેલના વતની 30 વર્ષીય સુભાષ ખુમાભાઈ સિંગાડા તરીકે કરવામાં આવી છે.
અમદાવાદમાં આવેલ વિસત સર્કલે 7 વર્ષનો બાળક પતંગ પકડવા માટે જતા કારની અડફેટે આવી જતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. ગત વર્ષે કુલ 1,309 જેટલા કોલ હતા તેની સામે ખુબ ઓછા કોલ આ વર્ષે મળ્યા છે.
વૃદ્ધનું ગળું કપાયું, આંખે અને નાકે ઈજા થઈ :
ચાણક્યપુરમાં આવેલ પુરસોત્તમનગરમાં સુમિત રાઠોડ નામનો 10 વર્ષીય બાળક અગાસી પરથી પટકાઈ જતા તેને ડાબા હાથે ફેક્ચર થતાં તેને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. સેટેલાઈટ વિસ્તારમાં કમલેશ રાણા નામના 21 વર્ષીય યુવકનું દોરીને લીધે ગળું કપાઈ ગયું હતું.
જેથી એને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ચેનપુર ગામ ન્યુ રાણીપમાં અશોક ઠાકોર નામના 27 વર્ષીય નામના યુવકનું ગળું કપાઈ ગયું હતું તેમજ નીચે પટકાયો હતો. જેથી એને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આની સાથે જ શહેરમાં આવેલ જશોદાનગર ટેકરા ખાતે કાંતિજી ઠાકોર નામના 52 વર્ષનાં વૃદ્ધને દોરી વાગી જતા ગળું કપાઈ ગયું હતું તેમજ આંખ તથા નાકનાં ભાગ પર ગંભીર ઈજા પહોંચી હતી. જેથી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વસ્ત્રાલ, જુહાપુરામાં દોરીએ લોકોને ઈજાગ્રસ્ત કર્યાના બનાવ :
અમદાવાદનમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા નજીકથી 55 વર્ષનાં કનૈયાલાલ પટેલ વાહન પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન ગળામાં દોરી આવી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે 108 મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે જુહાપુરામાં બરફ ફેક્ટરી રોડ પર વિશાલ ગોસાઈ નામનો યુવક બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ગળામાં દોરી આવી જતા નીચે પટકાયો હતો. જેને લીધે માથા તથા ગળાનાં ભાગે ઇજાઓ થતા જીવરાજ મહેતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ચાંદખેડા વિસત સર્કલ પર પતંગ પકડવા જતો બાળક કારને અડફેટે ચડ્યો:
વસ્ત્રાલના ન્યુ આરટીઓ રોડ પર 45 વર્ષનાં ચેતનભાઈ મોદી વાહન પર જતાં હતાં. આ દરમિયાન ગળામાં દોરી આવી જતા તેઓને ઊંડો ઘા વાગ્યો હતો. જેને લીધે 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે 7 વર્ષનો બાળક ચાંદખેડાના વિસત સર્કલ નજીક રોડ પર પતંગ પકડવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન એક કારની સાથે અથડાતા તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. માથામાં ઇજા થતાં સારવાર અર્થે 108માં અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle