ગુજરાત(Gujarat): સુરત(Surat) જિલ્લાના પલસાણા(Palsana) તાલુકાના તાતીથૈયા(Tantithaiya) ગામમાં આવેલ મિલમાં મજૂરી કામ કરી રહેલા યુવકનું અચાનક જ ઢળી પડતા મોત થયું હતું. યુવકના મોતની સમગ્ર ઘટના મિલમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે.
સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના મોવાડા ભવન, ક્રિષ્ના નગરમાં રહેતો 37 વર્ષનો યુવાન ધર્મેન્દ્રસિંહ રતીરામ કે જે ગત 14 તારીખના રોજ તાતીથૈયા ગામે આવેલ એચ.એચ રિવર્સ પ્રાઈવેટ ખાતે મજૂરીકામ કરવા માટે ગયો હતો અને આ દરમિયાન કાપડનું પોટલું ઊંચકી અને મૂકી અચાનક યુવાન ત્યાને ત્યાં જ ઢળી પડ્યો હતો.
View this post on Instagram
યુવાન બેભાન થઈ જતા મેનેજર રાજેન્દ્રભાઈ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવાનના મોતની સમગ્ર ઘટના મિલમાં લગાવવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. યુવાનનું અચાનક મોત થતા તેનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ જવા પામી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, યુવાન કાપડનું પોટલું ઊંચકીને નીચે મુકે છે અને તરત જ થોડી જ ક્ષણોમાં તેમનું અચાનક જ મોત થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.