પાંચમા માળની બારીમાંથી પડી ગયેલી એક નાની છોકરીને પકડ્યા બાદ લોકો તેને હીરો(Hero) કહીને તેની પ્રશંસા કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ચીન (China)ના ઝેજિયાંગ(Zhejiang) પ્રાંતના ટોંગજિયાંગ (Tongjiang)માં આ ચોંકાવનારી ઘટના બની છે. શેન ડોંગ નામનો એક વ્યક્તિ તેની કાર રોડ પર પાર્ક કરી રહ્યો હતો ત્યારે તેણે બે વર્ષની બાળકીને 5માં માળેથી પડી રહેલી જોઈ. આ પછી તેણે દોડીને તેને બચાવી લીધી હતી. તેનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને 68 હજારથી વધુ વખત જોવામાં આવ્યો હતો.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
મળતી માહિતી અનુસાર, શેન ડોંગ જ્યારે તેની કાર શેરીમાં પાર્ક કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક બાળકીને 5માં માળેથી પડતી જોઈ. ત્યારે તરત જ આ વ્યક્તિ દોડીને ત્યાં ગયો અને જાણે કોઈ ફિલ્મના હીરોની જેમ બાળકીને બચાવી લીધી હતી. ડોંગ દ્વારા ચમત્કારિક રીતે બાળકીને પકડી લેતા બાળકીનો જીવ બચી ગયો હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોને ચીનના સરકારી અધિકારી લિજિયન ઝાઓએ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે, “આપણી વચ્ચેના હીરો.”
લોકોએ શેન ડોંગને હીરો ગણાવ્યા અને ટિપ્પણી વિભાગમાં તેની ઉગ્ર પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “ફક્ત ફિલ્મોમાં જ નહીં, દુનિયામાં પણ રિયલ હીરો છે.” અન્ય યુઝરે ટિપ્પણી કરી, “લેજન્ડ! આ વ્યક્તિને પ્રમોશન અને મેડલ આપો.” આ અકસ્માત દરમિયાન છોકરીને પગ અને ફેફસામાં ઈજા થઈ હતી, પરંતુ હવે તે હોસ્પિટલમાં છે અને તેની હાલત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.