‘તારી સુપારી લેવામાં આવી છે તારે જીવતા રહેવું હોય તો….’, કહીને 3 યુવકે….

ગુજરાતમાં આવેલ રાજકોટના ગોંડલમાં પણ ત્રણ શખ્સોએ એક વેપારી પાસે ખંડણી માંગવાની ઘટના સામે આવતા વેપારીઓમાં ફફડાટ વધી ગયો છે. ગોંડલના ભોજપરા વિસ્તારમાં રહેતા અને…

ગુજરાતમાં આવેલ રાજકોટના ગોંડલમાં પણ ત્રણ શખ્સોએ એક વેપારી પાસે ખંડણી માંગવાની ઘટના સામે આવતા વેપારીઓમાં ફફડાટ વધી ગયો છે. ગોંડલના ભોજપરા વિસ્તારમાં રહેતા અને ચુનારા શેરીમાં દામોદર પ્રાગજી નામની તેલ અને ખાંડ નો વેપાર કરતા ચંદ્રકાંત તન્ના નામના વેપારી પાસે ખંડણી ની માંગણી કરવામાં આવી હતી. અઝરુદીન ઉર્ફે ભૂરો, સિકંદર મેમણ, અને એજાજ મેમણ નામના 3 વય્ક્તિ દ્વારા વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી. વેપારી પાસે ત્રણ શખ્શોએ ખંડણી માંગી હોવાની વાત સામે આવતા મોટી સંખ્યામાં ગોંડલના વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસ મથક પહોચી ફરિયાદ નોંધાવી હતી.

વેપારી ચંદ્રકાંત તન્ના એ જણાવ્યું હતુ કે, તેમની દામોદર પ્રાગજી નામની પેઢી ની પાસે કામ કરતો અઝરુદીન ઉર્ફે ભૂરો તેમની પાસે આવ્યો હતો અને કોઈ કામ હોવાનું કહી સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ માં લઇ ગયો હતો અને ત્યાં પહેલેથી જ સિકંદર અને એજાજ હાજર હતા. ‘તારી સુપારી લેવામાં આવી છે જીવતા રહેવું હોય તો એક લાખ આપવા પડશે. આવું જણાવી પરત દુકાને મૂકી ગયા હતા અને બપોર બાદ ફરીથી મોબાઈલ પર ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી.’ જેના કારણે વેપારી ચંદ્રકાંત ડરી ગયા હતા એન અન્ય વેપારીઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે અન્ય વેપારીઓના ના સાથ સહકાર થી હવે વેપારી ચંદ્રકાંતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *