આર્થિક સંકડામણે લીધો જીવ: રાજકોટમાં પુત્રીની ફી માટે સગવડ ન થતા નિવૃત્ત ફૌજીએ ગળામાં ગોળી ધરબીને ટુંકાવ્યું જીવન

Shooting himself in Rajkot: રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે પ્રેરણા ફલેટમાં રહેતા અને હાલ સિક્યુરિટીમેન તરીકે નોકરી કરી રહ્યા અને નિવૃત્ત આર્મીમેન મનીષભાઇ રવજીભાઇ વાળા કે જેમની ઉમર 50 વર્ષ છે. જેને કાલાવડ રોડ પર જૂના બૌધ વિહાર નજીક જે.પી. કન્સ્ટ્રકશન સાઇટ પર નોકરી ગયા બાદ મોડી રાત્રે કે વહેલી સવારે(Shooting himself in Rajkot) તેની પરવાના વાળી 12 બોરની ગનમાંથી ફાયરિંગ કરી પોતે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત આર્મીમેન 50 વર્ષીય મનિષભાઇ વાળા શ્રીરાજ સિક્યુરિટીમાં નોકરી કરી રહ્યા હતા. જેમની ડયૂટી કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે બૌધ વિહાર પાસે આવેલી જે.પી. કન્સ્ટ્રકશન સાઇટ પર ચાલી રહી હતી. તારીખ 25 સપ્ટેમ્બર એટલે કે સોમવારે 10 થી 6 ની નાઇટ ડયૂટી પર ગયા હતા.

તે દરમિયાન કાલે વહેલી સવારે તેનો સાથી સિક્યુરિટીમેનને મનીષભાઇએ લોહીલુહાણ હાલતમાં અને પોતાની પરવાનાવાળી ગનમાંથી ગળાના ભાગે ફાયરિંગ કરી લીધાનું જણાતા યુનિવર્સિટી પોલીસને જાણ કરાતા ASI હાર્દિક રવીયા સહિતનો સ્ટાફ 108ના સ્ટાફ સાથે તત્કાળ ત્યાં પહોંચી ગયો હતો.

ત્યાં આવેલી 108 ના તબીબે મનીષભાઇને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તેમના મૃતદેહ પી.એમ. માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર,ત્રણભાઇ અને એક બહેનનમાં તેઓ નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર યશ કે જે મારવાડી કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો છે.જ્યારે પુત્રી ક્રાઇસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.નિવૃત ફોજીના આપઘાતથી તેમના બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

મનીષભાઇએ તેમના સાથી કર્મચારી વલ્લભભાઇને પોતાની આર્થિંક ભીંસ હોય અને પુત્રીની સ્કૂલ ફીના રૂ 40 હજાર ભરવાના હોવાની વાત કરી હતી. દરમિયાન ગઇકાલે નાઇટ ડયૂટીમાં ગયા બાદ ‘હું આર્થિંક ભીંસથી કંટાળી પગલું ભરૂં છું, અને કોઇનો વાંક, ગુનો નથી.’ તેવી તેમને સ્યુસાઇટ નોટ લખી પોતાની પરવાનાવાળી ગનમાંથી ગળાના ભાગે ફાયરિંગ કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.હાલ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *