દરેક લોકોમાં અલગ અલગ કળા અને આવડતો હોઈ છે. કોઈ લોકો સારૂ પેઈન્ટિંગ બનાવતા હોઈ તો કોઈ સારૂ ગાતા હોય છે. દરેક લોકોમાં કોઈને કોઈ કળા હોય છે. આજે આપણે એક એવા જ કલાકાર વિષે ચર્ચા કરીશું. આ ઘટના રાજકોટ (Rajkot) થી સામે આવી છે. એક યુવકે રાજકોટમાં પોતાના જ વાળ કાપીને વાળથી ખ્યાત સિંગર દર્શન રાવલ (Darshan Rawal) નું પેઈન્ટિંગ બનાવ્યું છે.
અ યુવકનું નામ જય દવે છે, ચાલો આપને જાણીએ કે જયને આ પેઈન્ટિંગ બનાવવાનો વિચાર કેમ આવ્યો અને હવે તે આ પેઈન્ટિંગને દર્શન રાવલ સુધી કેવી રીતે પહોંચાડશે. બોલિવૂડના ફેમસ સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ જયે ખુદના વાળથી બનાવ્યું છે. જયએ ખુદના વાળ કાપીને વોશ કર્યા અને ત્યાર બાદ આ પેઈન્ટિંગ બનાવ્યું હતું.
જયને રાજકોટમાં કોર્પોરેશન દ્વારા જાણવા મળ્યું કે દર્શન રાવલનો શો થવાનો છે. ત્યારે જયને વિચાર આવ્યો કે પેઈન્ટિંગ કે અન્ય વસ્તુઓ તો બધા ભેટમાં આપશે જ અને એટલે જયે વિચાર્યું કે, હું મારા વાળથી જ એક સરસ પેઈન્ટિંગ બનાવીશ.
જય સાથે વાત કરતા તેને કહ્યું કે, આવું આર્ટ રાજકોટમાં ક્યારેય થયું નથી. આ આર્ટ રાજકોટમાં પહેલીવાર થયું છે. આ પેઈન્ટિંગ બનાવા માટે મને 3 દિવસ થયા છે અને જયે એ પણ કહ્યું કે મેં મારી લાઈફમાં આવું પેઈન્ટિંગ પહેલીવાર જ બનાવ્યું છે.
તેણે વધુ વાત કરતા કહ્યું કે આ પેઈન્ટિંગ બનાવવું થોડુ અઘરૂ હતું પણ સારી રીતે બની ગયું છે. જયે વધુમાં કહ્યું કે, જયારે મને ખબર પડી કે, દર્શન રાવલ ઈમ્પિરિયલ હોટલમાં રોકાયો છે. ત્યારે હું તરતજ ત્યાં પહોચી હયો પણ ત્યાં ખુબજ ભીડ હતી એટલે હું પાછો આવી ગયો.
ત્યાર બાદ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ગયો પણ ત્યાં પણ ખુબજ ભીડ હોવાથી પેઈન્ટિંગ આપવાનો મોકો મળ્યો ન હતો. ત્યાર બાદ રેસકોર્ષ ગ્રાઉન્ડ માંથી પરત હોટલ પર આવ્યો ત્યારે મેં તેમના બોડિગાર્ડને રજુઆત કરી હતી. ત્યારે જયે આ આર્ટ વિષે વિગતે દર્શન રાવલના બોડિગાર્ડ ને કહ્યું ત્યારે બોડિગાર્ડની આંખ માંથી આંસુ આવી ગયા હતા.
ત્યારે દર્શન રાવલના બોડિગાર્ડએ પ્રોમિસ કર્યું કે હમણાં અમદાવાદમાં દર્શન રાવલનો કોન્સર્ન છે. ત્યારે તેઓ તેમને મળશે અને ત્યારે ત્યાં પેઈન્ટિંગ આપવા માટે કહ્યું છે. જયે કહ્યું કે, હું આ આર્ટને દર્શન રાવલ સુધી પહોંચાડીને જ રહીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.