તંત્રની ઘોર બેદરકારીએ લીધો યુવકનો જીવ, એકના એક દીકરાના મોતથી પરિવારમાં છવાયો માતમ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં ગઇકાલે ખાડામાં પડી જતાં એક બાઈકસવારનું મોત(Bike rider dies) થયું હતું. ત્યાર બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તે પ્રકારના સમાચાર સામે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં ગઇકાલે ખાડામાં પડી જતાં એક બાઈકસવારનું મોત(Bike rider dies) થયું હતું. ત્યાર બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે ગાંધીગ્રામ પોલીસ(Gandhigram Police) દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મહાનગર પાલિકાના જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે હવે આ ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સવારે રાજકોટના રૈયા રોડ(Raia Road) પર એક ખુલ્લા ખાડામાં એક બાઇકસવાર યુવકનું નીચે પટકાયા બાદ મોત થયું હતું.

મહત્વનું છે કે, રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે સવારે બનેલી અકસ્માતની ઘટના બાદ મહત્વની વિગત સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ખાડામાં પડી જનાર યુવકના મોતને લઈને ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ દ્વારા મૃતકનાં પિતાને ફરિયાદી બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની ઘટનામાં ગઈકાલે રાત્રે મહાનગર પાલિકાના જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે ખાડો કોણે ખોદ્યો, સુપરવિઝન કોનું અને કોની જવાબદારી છે તે અંગેની તમામ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હાલતો મહાનગર પાલિકાની બેદરકારીને કારણે એક યુવકના મોત બાદ પરિવાર સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જણાવી દઈએ કે, રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે કરુણ અકસ્માતની ઘટના ઘટી હતી. ગઇકાલે સવારના સમય દરમિયાન ઠક્કર પરિવારનો એકનો એક દીકરો હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રૈયા ટેલિફોન એક્સચેન્જ  નજીક 50 ફૂટ રિંગરોડ પર મહાનગર પાલિકાના ખુલ્લા કોઈપણ બેરીકેટ વગર રહેલા ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ ન હોવાને કારણે અંદર રહેલો પીલ્લરનો સળિયો યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું.

ગઈકાલે સવારે બનેલી આ દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *