ભાભરના સેંડલ ગામના એક યુવાને કલેકટર ચેમ્બર બહાર ઝેરી દવા પીધી

પાલનપુર(ગુજરાત): મંગળવારે પાલનપુર જોરાવર પેલેસ ખાતે કલેકટર કચેરીમાં એક યુવક પ્લાસ્ટિકની થેલીમાં એક ઝેરી દવા લઈને જિલ્લા કલેકટરની ચેમ્બર બહાર ઝેરી દવા પી જતા સમગ્ર…

પાલનપુર(ગુજરાત): મંગળવારે પાલનપુર જોરાવર પેલેસ ખાતે કલેકટર કચેરીમાં એક યુવક પ્લાસ્ટિકની થેલીમાં એક ઝેરી દવા લઈને જિલ્લા કલેકટરની ચેમ્બર બહાર ઝેરી દવા પી જતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઉલેખનીય છે કે, સેંડલ ગામના એક યુવાને ગામના એક વ્યક્તિને જમીન ઉધાર આપી હતી. જેના રૂપિયા અમથુજી ઠાકોરએ 1.30 લાખ આપવા છતાં સામે વાળા વ્યક્તિએ વધુ રૂપિયાની માંગણી કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા અમથુજી ઠાકોરે અવારનવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા પાલનપુર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેને આ પગલું ભર્યું હતુ.

26 મહિના પછી કલેકટરની ચેમ્બર બહાર ફરી એક વાર યુવાને એજ હરકત કરી હતી. ઝેરી દવા પી ન લે તે માટે નાયબ મામલતદાર અને પ્યુન સ્ટાફે તેને પકડી દવા તેના હાથમાંથી ફેંકાવી દીધી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ વાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મંગળવારે પાલનપુર કલેકટર કચેરીએ ભાભરના સેડવ ગામનો અમથુભાઈ કરમશીભાઈ ઠાકોર પ્લાસ્ટિકની બોટલમાં ઝેરી પ્રવાહી સાથે લઈને કલેકટર કચેરીએ આવ્યો હતો. કલેકટરની ચેમ્બર બહાર જ ઝેરી પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ કલેકટર કચેરીના પ્યુન, નાયબમામલતદાર સ્ટાફે તેને અટકાવી તરત કમાન્ડોને બોલાવી ત્યાં પ્રતીક્ષાકક્ષમાં બેસાડી તાત્કાલિક યુવકનું મોઢું ધોવડાવ્યું હતું.

ઘટના બાદ પશ્ચિમ પોલીસ મથકનો સ્ટાફ કલેકટર કચેરી પહોંચ્યો હતો અને યુવાનને કલેકટર ઓફિસથી નીચે ઉતારી એમ્બ્યુલન્સ દ્રારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. અમથુભાઈ ઠાકોરના જણવ્યા અનુસાર, હું મેં જંતુ મારવાની દવા પીધી હતી કેમકે અવારનવાર જમીન બાબતે હેમાજી ઠાકોરને એક લાખ ત્રીસ હજાર આપવા છતાં તે લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેને કારણે મારે આ પગલું ભરવું પડ્યું હતું.

સિવિલ સુપ્રીટેન્ડેન્ડ ડોક્ટર સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, બપોરે એક દર્દી આવ્યું હતું જેને ઉંઘઈ મારવાની દવા પીધી હતી. જો આ દવા વધારે માત્રામાં પીવામાં આવે તો વ્યક્તિનું મોત પણ નીપજી શકે છે. નોંધનીય છે કે, અમથું ઠાકોરે ગત 2019ની 22 એપ્રિલે પણ આજ રીતે કલેકટર સંદીપ સાગલેની ચેમ્બર આગળ આ રીતે જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તે વખતે કલેકટરના કમાન્ડો અને પટાવાળાએ એસીડ પીતા અટકાવીને પોલીસને સોંપ્યો હતો. ત્યાર બાદ 26 મહિના પછી ફરી આ પ્રકારે બધાની હાજરીમાં ઝેરી પ્રવાહી ગટગટાવતા સ્ટાફે રોકી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *