Ahmedabad, Gujarat: ગુજરાતમાંથી વધુ એક દુઃખ ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે 50,000 માં ગુજરાતમાં ખેલાયો ખૂની ખેલ. આ ઘટના ગુજરાતમાં આવેલા અમદાવાદથી સામે આવી છે 31 ડિસેમ્બરની રાત્રે એક યુવાનને બે ત્રણ યુવાન મળીને ઢોર માર મારી રહ્યા હતા આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
અમદાવાદમાં રહેતી એક યુવતી ના પિતરાઈ ભાઈ ને તેના પ્રેમ પ્રકરણ વિશેની જાણ થઈ અને ત્યારે તેના ભાઈએ પ્રેમી યુવકને મારવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ તેના ભાઈએ 50,000 રૂપિયામાં પ્રેમી યુવકને મારવા માટેની સોપારી આપી હતી. પ્રેમી યુવકને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટના સ્થળે આવ્યા અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી અને ત્રણ યુવકની ધડ પકડ કરી છે.
આ યુવકનું નામ રાજેન્દ્ર નવલ છે તે અમદાવાદમાં આવેલા ચાણકપુરમાં રહે છે તે પંદર દિવસ પહેલા વતન થી તેના ભાઈ પ્રકાશના ઘરે આવ્યો હતો. સાયન્સસિટીથી હેબતપુર રોડ તરફ જતા બ્રિજ પાસે રેલવે પાટાથી નજીક પથ્થર પાસે રાજેન્દ્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ રવિવારે મળ્યો હતો. ત્યારબાદ તપાસ કરવામાં આવે અને તપાસ દરમિયાન જાણ થઈ કે કોઈક અજાણ્યા ત્રણ શક્ષોએ રાજેન્દ્રને માર માર્યો હતો. અને તેથી રાજેન્દ્રનું મોત થયું હતું.
સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ પોલીસે બંટી ભરવાડ, અનમોલ યાદવ અને અક્કલ પુરબિયાને ગિરફ્તાર કર્યા હતા. ત્રણ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણ મળી કે આ સોપારી ખાલી માર મારવા માટેની જ હતી પરંતુ યુવકને વધુ પડતો માર માર્યો અને તેથી તેનું મોત થયું છે અને તેથી આ સમગ્ર મામલો હત્યામાં ફેરવાઈ ચૂક્યો છે અને તેથી પોલીસે તમામની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી વીડિયોમાં જોવા મળશે કે એક યુવકને બાઇક પર લાવવામાં આવે છે અને ત્યારબાદ એક યુવક તેને પકડી રાખે છે અને અન્ય યુવકો તેને લાકડી વડે માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી 1.52 મિનિટના આ વીડિયોમાં ત્રણ આરોપીઓને ગિરફતાર કરવામાં આવ્યા છે વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ યુવકને ખૂબ જ બરહેમીથી મારી રહ્યા છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.