રાજકોટ (Rajkot): સમગ્ર દેશમાં દિવસેને દિવસે આપ્ઘની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ શહેર માંથી સામે આવી છે. રાજકોટ શહેરમાં CAનો અભ્યાસ કરતા એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. CAનો અભ્યાસ કરતા યુવકના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
આ સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસે થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવી હતી. યુવકના પરિવારજનોએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, યુવક ઘણા સમયથી માનસિક તણાવથી પીડાતો હતો અને તેવું લાગી રહ્યું છે કે, આ કારણે તેણે આપઘાત કર્યો હોય.
ડિપ્રેશનને કારણે આપઘાતના બનાવઓ યુવાનોમાં વધુ બનવા લાગ્યા છે. ઘરેલું અણબનાવ, અભ્યાસની ચિંતા, કરિયરની ચિંતા, જીવનમાં આવતા ઉતાર-ચઢાવ, સફળ થવાની ચિંતા, ક્યારેક-ક્યારેક ગેરસમજણ, કામનું ભારણ અને અફવા વગેરેના કારણે પણ વ્યક્તિ તેનો શિકાર બને છે અને આત્મઘાતી પગલું ભરતા હોય છે. રાજકોટમાં આવેલા કોઠારીયા રોડ પર આવેલા મેહુલ નગરમાં રહેતા અને CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અભ્યાસના ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું લેતા પરિવારમાં ખુબજ અરેરાટી મચી ગઈ છે.
મળેલી માહિતી અનુસાર મૃતક યુવક મેહુલનગર-10માં રહેતો હતો અને તેનું નામક પાર્થ વિરલભાઈ ગોહેલ (ઉંમર વર્ષ 20) છે. પરિવારના લોકો રૂમનો દરવાજો ખટખટાવતા હતા પણ અંદરથી કાઈ જવાબ ન મળતા દરવાજો તોડયો હતો અને અંદર જોતા પાર્થનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા જ સમગ્ર પરિવારે દેકારો કરી મુક્યો હતો.
ત્યારબાદ સમગ્ર ઘટના વિષે ભક્તિનગર પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી અને પાર્થને નીચે ઉતારી તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જવના મળ્યું કે, અભ્યાસના ડિપ્રેશનમાં આવીને આવું પગલું ભરી લીધું હતું. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.