એક મેડિકલ સ્ટોરમાં ORS લેવા ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ સમગ્ર ઘટના 3 મિનિટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પડતાં પહેલાં, આ યુવાન લાંબા સમય સુધી મેડીકલ સ્ટોર પર ઊભો હતો, ગભરાટ અને બેચેનીથી પરેશાન હતો, તે તેની છાતીએ હાથ ફેરવતો હતો. ત્યારબાદ અચાનક તે પડી ગયો. ત્યારે મેડિકલ શોપના સંચાલકે તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. બાદમાં યુવકનું મોત થયું હતું.
દુકાનદારે પહેલા ધ્યાન ન આપ્યું, જ્યારે તે પડી ગયો ત્યારે તેને પકડવાનો પ્રયાસ કર્યો
રિપોર્ટ્સ અનુસાર યુવકનું નામ સંજય હતું. તે માત્ર 23 વર્ષનો હતો. ગભરાટના કારણે બુધવારે મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. જ્યાં તેણે ORS માટે કહ્યું. દુકાનદારે લગભગ અઢી મિનિટ સુધી અન્ય ગ્રાહકોને દવાઓ આપી. આ પછી સંજય પાસેથી પૈસા લઈને તેણે દવા આપવાનું શરૂ કર્યું ત્યારે સંજય નીચે પડી ગયો. દુકાનના સંચાલકે તેને પડતાં બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંભાળી શક્યો નહીં.
मेडिकल स्टोर पर दवा लेते हुए आया #हार्ट-अटैक, चंद मिनट के अंदर हो गई मौत। ये #CCTV फुटेज फरीदाबाद के एक मेडिकल स्टोर की है#Faridabad #heatattck pic.twitter.com/D0MQGIwmNr
— mithilesh yadav (@mithilesh501) January 6, 2023
દુકાનદાર તેને ઉઠાડવા માટે બહાર દોડી ગયો, જ્યારે તે જાગ્યો નહીં તો તેણે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
લોકોએ ખોટી દવા આપવાનો આરોપ લગાવ્યો
કેટલાક લોકોએ મેડિકલ શોપ ચલાવતા વ્યક્તિ પર ખોટી દવા આપવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં વીડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ થયું કે સંજયે કોઈ દવા લીધી જ નથી. તે માત્ર દવા લેવા ગયો હતો, પરંતુ તે પહેલા જ ઢળી પડ્યો હતો.
આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ જીમમાં કસરત કરતા કરતા જ ઢળી પડ્યો હતો. ઇન્દોરમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે હોટલના માલિકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તે ગુરુવારે સવારે ઘરેથી જીમમાં વર્કઆઉટ કરવા આવ્યો હતો. અહીં તેને ચક્કર આવી ગયા અને હાંફતા તે જમીન પર પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં ક્લિક કરી વાંચો વિગતે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.