અંબાલાલ પટેલની નવી મોટી આગાહી- વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં વિસ્તારને ધમરોળશે મેઘરાજા

Ambalal Patel’s prediction in Gujarat: ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને તેમાંથી છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે(Ambalal Patel’s prediction in Gujarat) ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી રહ્યા છે. બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા યથાવત છે. તેમના કહેવા અનુસાર 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

અંબાલાલ પટેલના કહેવા અનુસાર 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ એક લો પ્રેશર બનશે. ત્યારપછી 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

તે સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય. 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે. આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *