સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana)માં 10 વર્ષની માસૂમ દીકરીને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને ભાગી ગયેલ અજાણ્યા ઇસમને પકડવા માટે પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. એટલું જ નહીં, કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણાના પીઆઈએ જણાવ્યું હતું કે પીડિતાનો પરિવાર પરપ્રાંતીય છે અને ચાર મહિના પહેલા રોજગારની શોધમાં સુરત આવ્યો હતો. આ ઘટના શ્રમજીવી વર્ગના પરિવારના ત્રણ બાળકોમાં મોટી દીકરી સાથે બની હતી.
10 વર્ષની બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ:
સ્વિમર હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગુરુવારે સાંજે 4 વાગ્યે 10 વર્ષની બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કિશોરીની સાથે વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પુત્રીને ઘરમાં લોહી લુહાણ જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ બનાવની જાણ સરથાણા પોલીસને થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.
નરાધમ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી થયો ફરાર:
આ ઘટના અંગે PI એમ.કે.ગુજ્જરે જણાવતા કહ્યું હતું કે, અમને માહિતી મળતાની સાથે જ અમારા દ્વારા પીડિત પરિવારના નિવેદન લેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, પરિવાર નેપાળી છે. લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યું છે. પરિવારમાં ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી (ઉ.વ.10) ઘરમાં એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો ઈસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને માસુમ કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, પીડિત કિશોરીના પિતા હોટેલમાં કામ કરી રહ્યા છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. ઘરે આવેલા માતા-પિતાને પોતાની દીકરી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવાર દ્વારા દીકરીને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. હાલમાં આ કિશોરીની તબિયત સાધરણ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોચી ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા અજાણ્યા ઈસમની ઓળખની દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.