ધો.૧૨ સાયન્સમાં નાપાસ થતા દીકરીએ કર્યો આપઘાત, એકની એક વહાલસોયી દીકરીના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને આજનું યુવાધન નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતું હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. HSC વિજ્ઞાન પ્રવાહ (HSC Science Stream)નું પરિણામ જાહેર થયા બાદ વલસાડ(Valsad) તાલુકાના વેજલપુર(Vejalpur) ખાતે રહેતી એક HSC વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની નાપાસ થઈ હતી, જેને લઈને વિદ્યાર્થિની ઉદાસ થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીના પિતા અને ભાઈઓ કામ અર્થે બહાર ગયા ત્યારે તેણીએ રસોડામાં લાગેલી લોખંડની એંગલ ઉપર ઓઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાના વેજલપુરના અતુલ ફળિયામાં રહેતી એક 20 વર્ષીય વૈષ્ણવીબેન ધર્મેશભાઈ નાયકાનું HSCનું પરિણામ નબળું આવ્યું હતું. વૈષ્ણવી પાસ થવાની પ્રબળ ઈચ્છા ધરવી બેઠી હતી, પરંતુ નાપાસ થતા ખુબ જ હતાશ થઈ હતી. જો કે વૈષ્ણવીના પિતા તથા તેના 2 ભાઈઓએ આગામી દિવસોમાં પરીક્ષા આપી વધુ માર્ક સાથે પાસ થવા પ્રોત્સાહિત કરી હતી. પરંતુ વૈષ્ણવી હતાશાને કારણે ન કરવાનું પગલું ભરી બેઠી હતી.

આ પછી ધર્મેશભાઈ ગત સોમવારના રોજ કંપનીમાં નોકરી કરવા ગયા હતા અને બંને ભાઈઓ અન્ય કામોથી બહાર ગયા હતા. સાંજે પિતા ઘરે પરત ફરતા મુખ્ય દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. ઘરના પાછળના દરવાજેથી ઘરમાં આવી ચેક કરતા દીકરીને રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ ધર્મેશભાઈએ નજીકના અગ્રણી તથા સ્થાનિક લોકોની મદદ મેળવી વૈષ્ણવી ઉતારી સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડી હતી. ત્યાં ફરજ ઉપર હાજર તબીબે વૈષ્ણવી નાયકાને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે યુવતીના પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.

આ ઘટનાની તાત્કાલિક પણે વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ તાત્કાલીક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની ટીમે લાશનો કબજો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વૈષ્ણવીના પિતા ધર્મેશભાઈ મોહનભાઈ નાયકાએ વૈષ્ણવીએ HSCમાં ફેલ થવાથી હતાશ થઈ આપઘાત કર્યો હોવાની નોંધ કરાવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *