કઝાકીસ્તાનના અલમાતી એરપોર્ટ પાસે શુક્રવારે સવારે એક પેસેન્જર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. પ્લેનમાં 95 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘બેક એર’ એરલાઈન્સનું આ પ્લેન અલમાતી શહેરથી પાટનગર નૂર સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય પ્રમાણે સવારે 7.22 વાગ્યે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું અને તે બે માળની એક ઇમારત સાથે અથડાઈ ગયું હતું.
Самолет упал близ Алматы: есть выжившие pic.twitter.com/hQEftPeTRs
— МИА Казинформ (@kazinformkz) December 27, 2019
કાટમાળમાંથી બચાવવામાં આવેલા લોકોમાં 8 બાળકો સામેલ છે. દુર્ઘટનામાં કોઈ સગીરનું મૃત્યુ થયું હોવાની વાત સામે નથી આવી. ઘટના પછી ઈમરનજન્સી ટીમ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં કાટમાળ નીચે દબાયેલી મહિલા એમ્બ્યુલન્સને બુમ પાડતી જોવા મળી રહી છે. કઝાખસ્તાન સરકારે પ્લેન ક્રેશનું કારણ શોધવા કમિશન બેસાડવાની કરવાની જાહેરાત કરી છે.
ઉડાન બાદ તરત થયું ક્રેશ
કઝાકિસ્તાન માટે આજે શુક્રવાર ગોઝારો સાબિત થયો હતો. પ્લેન ધડાકાભેર અથડાઈ જતા અલમાતીમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક વિમાન ઉડાન ભર્યાના થોડા સમય બાદ બે માળની બીલ્ડિંગને અથડાઈ ગયું. જેમાં 100 જેટલા લોકો સવાર હતા. જેમાંથી હાલ 14 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોતા નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે.
2013માં પણ પ્લેન દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા હતા
આ પહેલાં 29 જાન્યુઆરી 2013માં કોકસૈતો શહેરથી આવી રહેલું એક પેસેન્જર પ્લેન અલમાતી પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ થયા હતા. 26 ડિસેમ્બર 2012ના રોજ પણ દેશના દક્ષિણ ભાગમાં સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં 27 લોકોના મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.