ગુજરાત: વાંસદા (Vansada) તાલુકામાં આવેલ વાંસદા-ધરમપુર (Vansada-Dharampur) રોડ પરનાં વાડીચોંઢા ગામ (Village) ના વચલું ફળિયામાં વળાંક નજીક સામસામે બાઈક અથડાતાં 2 લોકોનાં ઘટનાસ્થળે મોત (2 people died at the scene) થયા હતાં, જ્યારે મહિલાનું આગળની સારવાર માટે લઇ જતાં મોત થયું હતું.
જ્યારે અન્ય બાઈકસવારોને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ધરમપુર હથનબારી ગાવિત ફળિયામાં રહેતા રાજુભાઈ દેવજીભાઈ જાદવ તેમજ ફળિયામાં જ રહેતા ઝીણાભાઈ જતરભાઈ વાંઢુ તથા ખાટાઆંબાની શર્મિલાબેન મહેશભાઈ બાઈક પર ટ્રિપલ સવારીમાં ધરમપુર બાજુ જઈ રહ્યાં હતાં.
આ દરમિયાન વાંસદા તાલુકામાં આવેલ વાંસદા-ધરમપુર રોડ પરનાં વાડીચોંઢા ગામના વચલા ફળિયાના વળાંક પાસે પીપલખેડના દેવેન્દ્ર શંકરભાઈ ગાવડા, અજયભાઈ દેવરામભાઈ પઢેર તથા કેલિયાના મનીષભાઈ દેવજીભાઈ વાઘેરા ટ્રિપલ સવારી યુનિકોન બાઈક પૂરઝડપે હંકારી લાવીને રાજુભાઈની બાઈક સાથે અથડાવી દીધી હતી.
જેને કારણે બંને બાઈકના સવારો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા કે, જેને કારણે રાજુભાઈ જાદવ તથા ઝીણાભાઈ વાંઢુનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે શર્મિલાબેનને ગંભીર રીતે ઈજા થતાં ચીખલી રિફર કરતાં માર્ગમાં તેમનું મોત થયું હતું, જ્યારે યુનિકોન બાઈકના સવારોને ઈજા થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં સમગ્ર વાડી ચોંઢા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લોકો ઘટનાસ્થળ પર ધસી આવીને રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા. મૃતકના ભાઈ જયરામભાઈ દેવજીભાઈએ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવાઈ છે.
ઢાળ તથા વળાંક અકસ્માત નોંતરે છે:
આ વિસ્તારમાં એક-બે નહીં પણ એકસાથે 4 જેટલા વળાંક આવેલા છે. આ વળાંકમાં ઘણીવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. 15 વર્ષ અગાઉ ખાનગી લકઝરી બસ હાલમાં જ્યાં ઘટના બની છે તેનાથી 100 મીટર દૂર બીજા વળાંકમાં પલટી મારી ગઈ હતી કે, જેમાં 11 લોકોના મોત થયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.