2 people died after bathing in the falls in Bharuch: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં મેઘરાજા મને મૂકીને વરસી રહ્યા છે. વરસાદના પાણીથી વર્ષોથી બંધ થઈ ગયેલા ધોધો ફરી એક વાર જીવંત થયા છે. અત્યારે વરસાદને કારણે ભરૂચમાં આવેલા ઝઘડિયાના આંબા ખાડી નજીક આવેલ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સોળે કળાએ કુદરત ખીલી ઉઠ્તા લોકો ધોધનો આનંદ માણવા મુલાકાત કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આંબા ખાડી નજીકના ધોધમાં ન્હાવા પડેલા 2 યુવાનો મિત્રોનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. બે યુવકોના મોત થાત પરિવારજનોના હૈયાફાટ રુદનના કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી 3 મિત્રો ઝઘડીયા તાલુકાના આંબા ખાડી નજીકના ધોધ ખાતે ફરવા માટે ગયા હતા, ત્યાં ધોધમાં ન્હાવા 2 યુવાનો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અન્ય એક મિત્રએ બૂમાબૂમ કરતાં આસપાસ રહેલા લોકો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જેમાં ત્યાના સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પાણીમાં ડૂબી ગયેલ યુવાનોની શોધખોળ કરવામાં આવતા બન્ને યુવાનોના ત્યાં મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી બાજુ, મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોચતા હૈયાફાટ રુદન સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
સમગ્ર ઘટના અંગે રાજપારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ને માહિતી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા આ યુવાન જુગલ પટેલ અને નિરવ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારપછી બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube