સુરત(Surat): શહેરમાં ભટારથી ઉધના દરવાજા(Bhatar to Udhana darwaja) રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે(Honest rickshaw puller) પોલીસની સાથે રહી આ રોકડ રકમ વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતા(Honesty)નું એક જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે જણાવતા કહ્યું હતું કે, મારે બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી લઈએ છીએ પછી હું કોઈ સાથે બેઈમાની કેમ કરું.
જ્યારે પીડિત મહિલાએ જણાવતા કહ્યું હતું કે, મને મારા રૂપિયા પરત મળશે તેવી કોઈ આશા જ ન હતી. પતિના સ્વપ્નનું ઘર બનાવવા માટે પત્ની તેના પેન્શનના રૂપિયા ઉપાડી ઘરે જઈ રહી હતી. રિક્ષામાંથી ઉતરી ગયા પછી હાથમાં બેગ ન હોવાનો અહેસાસ થતા મારી આંખો છલકાય ગઈ હતી. જોકે ઈમાનદાર રીક્ષાવાળો હતો સામેથી ફોન કરીને જણાવતા કહ્યું હતું કે, બહેન તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે એટલે તમે ચિંતા ન કરતા.
ખટોદરાના પીએસઆઇ અને ડી સ્ટાફ આરએસ પટેલએ જણાવતા કહ્યું હતું કે, લગભગ એક વાગ્યાની આસપાસ એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને રૂપિયા 2 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની ફરિયાદ અમને કરી હતી. જ્યાંથી બેગ તેઓ ભૂલી ગયા હતા ત્યાંથી તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાંના સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરીને રિક્ષા નંબર મેળવવામાં આવ્યો હતો.
રિક્ષાવાળા ભાઈના ઘરે ગયા તો પાડોશીએ જણાવતા કહ્યું હતું કે, એ તો એક મુસાફરના રૂપિયા આપવા માટે પોલીસ સ્ટેશન ગયા છે. બસ તે જ સમયે અમારી ચિંતા દૂર થઈ ગઈ અને અમે પોલીસ સ્ટેશન આવ્યા તો એ ભાઈ મળી આવ્યા અને આખી હકીકત જણાવી. ફક્ત 2 કલાકમાં જ વિધવા બહેનને એમના રૂપિયા ભરેલી બેગ મળી ગઈ હતી જેથી અમને ખૂબ જ આનંદ થયો, પોલીસ કામગીરીના કેરિયરમાં આવા રિક્ષાવાળાને મળીને ખરેખર ખુબ જ ખુશી થાય છે.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.