ગુજરાતમાં વધુ એક બ્રીજ ભ્રષ્ટાચારનું ઉદાહરણ બન્યો, જાણો કયા શહેરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ પડ્યો

Palanpur Bridge Collapse: પાલનપુર શહેરના RTO સર્કલ પર વધતા ટ્રાફિકને લઈ ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. નિર્માણ થઈ રહેલ બ્રિજનો એક સ્લેબનો હિસ્સો અચાનક જ ધરાશાયી થઈ જવા પામ્યો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે, ઘટનામાં કોઈ જાનહાની નહીં થયાના સમાચાર છે. રેલવે ટ્રેક પર થઈને પસાર થતા ત્રણ રસ્તાના ઓવર બ્રિજનો (Palanpur Bridge Collapse) એક હિસ્સો ધરાશાયી થયો છે. બ્રિજના સ્લેબના પાંચ હિસ્સા જમીનદોસ્ત થયા છે. રેલવે ટ્રેક નજીક જ આ સ્લેબ તૂટી પડવાની ઘટનાને લઈ વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે રેલવે અને સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

વહિવટી અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગ સહિતના અધિકારીઓ સ્લેબ તૂટવાને લઈ સ્થળ પર પહોંચવા માટે રવાના થયા હતા. મીડિયાને જિલ્લા ક્લેકટરે બતાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસ માટે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ક્ષતિ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *