ગુજરાતમાં બારે મેઘ થયા ખાંગા: આકાશી આફત વરસતા 1 નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહીત 201 રસ્તાઓ બંધ

ગુજરાત(Gujarat): રાજ્યમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદ(Rain)નાં કારણે કેટલાય ગામડા(Villages)ઓ સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા રસ્તાઓ પણ ભારે વરસાદ(Heavy rain)ને કારણે ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા ખૌફ્નાક દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા છે.

જુદા જુદાઅનેક રસ્તાઓ થયા બંધ:
ગુજરાત રાજ્યમાં વરસાદનાં કારણે કુલ 201 જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે પંચાયત હસ્તકના 162 રસ્તાઓ પણ બંધ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદનાં કારણે ST બસને પણ ખુબ જ અસર પહોંચી છે.

ST બસના રૂટ કરાયા બંધ:
ગુજરાત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિનાં કારણે STની 221 ટ્રીપ અને 55 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. GSRTCએ 33 જિલ્લાના જુદા જુદા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે જેમા ભાવનગર જીલ્લાના 5, બોટાદ જીલ્લાના 2, જૂનાગઢ જીલ્લાના 11, જામનગર જીલ્લાના 30, દ્વારકા જીલ્લાના 7 સહિત કુલ 55 રૂટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં વરસાદના તમામ અપડેટ્સ:
ભારે વરસાદને કારણે ગુજરાત રાજ્યના 201 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 162 રસ્તાઓ બંધ, STની 221 ટ્રીપ અને 55 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢના માંગરોળમાં વિકટ સ્થિતિ સર્જાય છે. નૈત્રાવતી નદીનું પાણી ઘૂસી જતાં જરીયાવાડા, નગીચાણા, બામણવાડા ગામનો સંપર્ક તૂટી ગયો છે.

ગુજરાતમાં વરસાદની અસર STના રૂટ ઉપર થઈ છે. GSRTCએ 33 જિલ્લાના 55 રૂટ બંધ કર્યા, ભાવનગરના 5, બોટાદના 2, જૂનાગઢના 11, જામનગરના 30, દ્વારકાના 7 સહિત કુલ 55 રૂટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જીલ્લામાં લોધિકામાં આવેલો લોધિકડી ડેમનો પાળો તૂટ્યો, લોધિકાથી ગોંડલ જવાનો રસ્તો ધોવાયો તથા આજુબાજુના ખેતરો ધોવાય ગયા છે.

ગુજરાતમાં આકાશી આફત ફાટી પડવાને કારણે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ શકે છે. જામનગર જીલ્લામાં અલિયાબાડામાં પૂરના પાણી આવતા સંગ્રહી રાખેલું અનાજ પલળી ગયું છે. ટ્રેક્ટરમાં ભરી ગામ બહાર અનાજ ફેંકી દેવાયું, અલિયાબાડામાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાતાં માંગરોળ-કેશોદ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે અને અન્ય કેટલાય વાહનો અટવાય ગયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી  સર્જાય છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ CM ભૂપેન્દ્ર પટેલ જામનગરનું હવાઇ નિરીક્ષણ કરવામા આવશે. ઉપલેટામાં મોજ ડેમના તમામ દરવાજા ખોલાતા નદી ગાંડીતૂર, મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

નવસારી જીલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા-કાવેરી નદી બે કાંઠે વહી રહી છે. ગણદેવી-અમલસાડને જોડતો બ્રીજ બંધ કરી દેવામાં આવી છે. પોરબંદરમાં ઘેડ પંથકના સેગરસ ગામમાં ભાદર અને વેણુ નદીનાં પાણી ભરાય ગયા છે. ગીર સોમનાથ જીલ્લામાં હિરણ-2 ડેમ 70 ટકા ભરાતા છલકાવાના આરે પહોંચ્યો છે. ડેમના નીચાણવાળા વિસ્તારના 13 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટ જીલ્લામાં ધોધમાર વરસાદના કારણે 700 એકર ખેતીના પાકનું ધોવાણ થઇ ગયું છે. GIDCનો કચરો ખેતરોમાં ફરી વળ્યો તો કપાસ અને મગફળીના પાક પણ ધોવાય ગયા છે. પોરબંદરમાં વરસાદ બાદ ડેમમાંથી પાણી છોડાતા ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે. ભાદર, મોજ અને મધુવંતી ડેમના પાણી ગામોમાં ઘુસી ગયા છે.
પોરબંદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ભાદર નદીનું પાણી વહેતું થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *