છેલ્લા ઘણા સમયથી મધ્ય પ્રદેશમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે મધ્યપ્રદેશની કમલનાથ સરકારથી બળવો કરી અલગ થયેલા સિંધિયા સમર્થક 22 ધારાસભ્યો આજે ભોપાલથી દિલ્હીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને જેપી નડ્ડાએ પોતાના નિવાસ સ્થાને ભાજપનો ખેસ પહેરાવ્યો છે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કૈલાસ વિજયવર્ગીય અને રાકેશ સિંહ પણ હાજર રહ્યા હતા. જે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી પદ માટેની રેસમાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને નરોત્તમ મિશ્રા સામેલ છે. જોકે, હાલમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતું શિવરાજસિંહ ચૌહાણ બધાના સ્વીકૃત નેતા નથી. જ્યારે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પહેલી પસંદ છે.
Delhi: Rebel Madhya Pradesh Congress MLAs meet BJP President JP Nadda & BJP leader Jyotiraditya Scindia, at JP Nadda’s residence. pic.twitter.com/acYIgtplV2
— ANI (@ANI) March 21, 2020
મળતી માહિતી અનુસાર, ભાજપના નેતા નરોત્તમ મિશ્રાના પ્રશંસકોની કમી નથી. રાજ્યના મુખ્ય પ્રધાનને લઈને હવે ભાજપમાં હલચલ શરૂ થઈ ગઈ છે. જોકે, પાર્ટીમાં અન્ય વિકલ્પોની પણ વિચારણા કરવામાં આવી રહી છે. જોકે પાર્ટીના સૂત્રો અનુસાર કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતીરાદિત્ય સિંધિયાની આ પદ માટે પહેલી પસંદગી શિવરાજસિંહ છે. તેઓ નથી ઈચ્છતા કે ગ્વાલિયર વિભાગનો કોઈ નેતા સીએમ બને. જ્યારે તોમર અને મિશ્રા આ વિભાગના જ છે. જોકે, ભાજપની રાજ્યમાં બહુમતી ના હોવાથી સિધિંયાના અભિપ્રાયથી વિરુદ્ધ નિર્ણય લેવો સંકંટ રૂપ છે.