કર્ણાટકના યુવકને ટીકટોક વીડિયો બનાવવું ભારે પડી ગયું છે. ટીકટોક વીડિયો બનાવતા સમયે ટાઈમિંગ ન મળતા જમીન પર તેનું માથુ ભટકાયું હતું અને તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના કારણે ટિકટોક વીડિયો બનાવનારા માટે શીખામણ સમાન બનીને રહી ગઈ છે. જેઓ પોતાનો જીવ જોખમમાં મુકી ટીકટોક વીડિયો બનાવે છે.
કર્ણાટકના તુમકૂરૂ જિલ્લાના રહેનારા 23 વર્ષીય કુમારે પોતાના મિત્રોની સાથે ટિકટોક વીડિયો બનાવવાનું નક્કી કર્યું. મિત્ર સ્ટંટ કરવા માટે તૈયાર થયો. વીડિયો સ્લોમોશનમાં શૂટ થઈ રહ્યો હતો. પણ તે સ્ટંટ યોગ્ય રીતે ન થતા યુવકને જીવ ગુમાવવો પડ્યો છે અને તેના ગળાનું હાડકું તુટી ગયું.
Kumar, a resident of Tumakuru district in Karnataka ended up with a spinal cord injury while attempting to film a tik tok video. @sanjusadagopan please watch @nolanentreeo @PoojaPrasanna4 @nolanentreeo pic.twitter.com/dPXHP1aRnh
— Karthik.K (@Karthik_K_94) June 18, 2019
આ ઘટના બન્યા બાદ તેના મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. 8 દિવસ સુધી તે મોત સામે જંગ લડતો રહ્યો પણ આખરે તેનું મૃત્યું થયું. કુમારની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. પરિવાર માટે તે એકલો કમાતો હતો. લોકલ ઓરકેસ્ટ્રામાં તે સિંગર અને ડાન્સરના રૂપમાં કામ કરતો હતો. એક અંગ્રેજી અખબારની રિપોર્ટ પ્રમાણે તેની પાસે ખૂદનો સ્માર્ટફોન પણ નહોતો. તેના મિત્રો વીડિયો શૂટ કરી રહ્યો હતો. જેના કારણે કુમારનો જીવ ચાલ્યો ગયો.
અત્યાર સુધી તો ટેલિવિઝનમાં લખેલું કે બોલતું સાંભળ્યું હશે કે આ સ્ટંટને ઘરે ન કરો પણ આજે એક યુવકે મોતની બાઝી રમી આ સ્ટંટ ન કરવાની અને ટીકટોકમાં આવા ખતરનાક વીડિયો બનાવી ખોટું ફેમસ ન થવાની સલાહ આપી દીધી છે કારણ કે યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.