સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાંદેર(Rander) કોઝવે(Causeway)ની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ(Stretch of river) પર શુક્રવારે રમી રહેલા 2 બાળકો અને 1 કિશોરી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા. જે પૈકી 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. જયારે મોડે સુધી એક બાળકીની કોઈ ખબર મળી નહોતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે બપોર પછી રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના કિનારે રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા તેઓ પાણીમાં તણાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે, બાળકો નદીમાં ડૂબી ગયાની જાણ થતાં જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી જહેમત બાદ નદીમાંથી બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, મોડી સાંજ સુધી યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
મળતી માહિતી મુજબ, બનાવને પગલે રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ અને 14 વર્ષની સાનિયા ફારૂક શેખ બપોરે 3 વાગ્યે કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના કિનારે અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
નિયમિત તાપીના પટ પર જતા બાળકો શુક્રવારે બપોરે પણ ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જેના કારણે નીકળી શક્યા ન હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ પહોંચી શોધખોળને અંતે મહંમદ કરમઅલી અને શહાદત શાહના જ મૃતદેહ મળ્યા હતા પણ સાનિયાનો મોડી સાંજ સુધી પતો મળ્યો ન હતો.
આ બાળકો નિયમિત તાપી કિનારે જતા હતા. તેથી તેઓ શુક્રવારે પણ બપોરે ત્યાં જતા હતા. અચાનક ભરતીએ ત્રણેય બાળકો તેમાં ખેચાઈ ગયા હતા. બાળકો કિનારા પર હતા પરંતુ આગળ ઊંડો ખાડો હોવાથી પાણીમાં ખેંચાઈ જતાં ડૂબી ગયા હતા. જેમાંથી તેઓ બહાર નીકળી શક્યા ન હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મોહમ્મદ કરમઅલી અને શહાદત શાહના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. પરંતુ, મોડી સાંજ સુધી સાનિયાની કોઈ ખબર મળી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.