કોરોના વોરિયર્સ બનીને પોલીસ ડોક્ટર ની સાથે સાથે પત્રકારો પણ બહાર કામ કરી રહ્યા છે. ત્યારે હવે એક સાથે ત્રણ પત્રકારોને પોઝિટિવ આવતા મીડિયા જગતમાં ચકચાર મચી ગઇ છે. સાથે સાથે આ ત્રણ પત્રકારો સાથે કામ કરતા તેના અન્ય 37 સહકર્મીઓ નો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ તેમને કોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. મુંબઈ મિરરમાં છપાયેલા અહેવાલ અનુસાર મુંબઈના એક મીડિયા હાઉસ ના ત્રણ પત્રકારોને Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઈમાં હડકંપ મચી ગયો છે. જો કે રાહત ની વાત એ છે કે આ ત્રણેય વ્યક્તિઓ કે જેમને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે તેઓએ ન્યૂઝ ડેસ્ક પર કામ કર્યું, ફીલ્ડ રિપોર્ટિંગમાં નહીં.
શુક્રવારની રાત્રે પોઝીટીવ ત્રણમાંથી એક વ્યક્તિને કોરોના ના લક્ષણો દેખાતા તેનું ચેકઅપ કરાવ્યું હતું. અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે સાથે મીડિયા હાઉસમાં કામ કરતાં તમામ કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી 37 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જ્યારે ત્રણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બાબતે મુંબઈ મ્યુન્સિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર વિનાયક ડિસ્પુટે એ જણાવ્યું કે, અમને શુક્રવારે રાત્રે ફોન આવ્યો હતો કે, આ મીડિયા હાઉસમાં કોરોના ના ત્રણ શકમંદ કેસ છે. જેથી અમે તેમને તાત્કાલિક પોવઈ MCMCR સેન્ટર લઈ ગયા. સાથે તેમના સહકર્મીઓને પણ લાવ્યા. જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને નેગેટિવ રિપોર્ટ આવ્યો તે તમામ જાતે દુરની હોટેલમાં ક્વોરેન્ટાઈનમાં રહ્યાં છે.
ડેપ્યુટી કમિશનર વિનાયક વધુમાં કહે છે કે, “મીડિયા હાઉસે ક્વોરેન્ટાઈન માટે ઉપનગરીય હોટેલ બુક કરાવી હતી. અને તમામ કર્મીઓને કહ્યું હતું કે તેઓ અહીં જ ૧૪ દિવસ સુધી રહે અથવા તેમને બીજી જગ્યાએ લઈ જવામાં આવે. હોટેલ સ્ટાફનો પણ અમે ટેસ્ટ કર્યો છે અને હોટેલને સેનેટાઈઝ કરાઈ છે.”
આ તમામ પરીક્ષણો પ્રાઇવેટ લેબોરેટરીમાં કરાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મીડિયા હાઉસને કડક સૂચના આપી હતી કે, કોઈ પણ માહિતી મીડિયા સાથે શેર કરવી નહીં. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સૌથી ખરાબ અસર મહારાષ્ટ્રમાં છે. જ્યાં 1700 થી વધુ પોઝીટીવ કેસ છે અને 127ના મૃત્યુ થયા છે. જયારે 200 થી વધુને કોરોના ની સારવાર સફળ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news