heart attack in Surat: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (heart attack in Surat)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના સુરતમાં હાર્ટ એટેક(heart attack in Surat)થી વધુ એક 10 વર્ષીય બાળકીનું મોત થયું છે.
મૂળ ઉત્તપ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં 42 વર્ષીય જયરામ ચીમકાભાઈ શાહુ એકલો રહેતો હતો. પરિવાર વતનમાં રહે છે. જયરામ હાલ વેસુ વિસ્તારમાં આવેલી એટમો સ્પેઅર એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. આજે સવારે નોકરી પર હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પરિવારને જાણ કરવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન આવાસમાં 50 વર્ષીય લક્ષ્મણ અર્જુનભાઈ સ્વાઇ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. લક્ષ્મણભાઈ ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે ઘરે અચાનક તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા, જેથી દીકરો પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો, સાથે બે પૂત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવશંકર નગરમાં 45 વર્ષીય બાબુ ધોબાભાઈ નાહક પરિવાર સાથે રહેતા હતા. બાબુભાઈ લૂમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. રાત્રે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ ગયા હતા, જેથી પુત્ર પિતાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે બાબુભાઇને મૃત જાહેર કર્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube