Manipur Violence news: ભારતના મણીપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા(Manipur Violence) હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હોવા છતા ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની ગયી છે.અને નિયમિત અંતરે ગોળીબારના અવાજ સંભળાય રહ્યા છે. તેમાં ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે.
બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી દેવામાં આવી છે.જ્યારે ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગચંપી કરી છે. જે બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
રસ્તા પર ઉતરેલા ટોળાએ મચાવ્યો આતંક
બિષ્ણુપુર પોલીસના જણાવ્યા મુજબ,મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. તે ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં ઘુસ્યા હતા, આ તમામે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું.
ગુરુવારે પોલીસ ચોકીમાં કરી હતી તોડફોડ
ગુરુવારે પણ મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે ટોળાએ બે ચોકીઓમાં તોડફોડ પણ કરી હતી, આ દરમિયાન ઓટોમેટિક બંદૂકો સહિત હથિયારો અને દારૂગોળો લૂંટી લેવામાં આવ્યો હતો.
ટોળાએ લૂંટી લીધા હથિયારો
મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, પુરુષો અને મહિલાઓના ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં મણિપુર સશસ્ત્ર પોલીસની બીજી બટાલિયાની કેરેનફાબી અને થંગલવઈ પોલીસ ચોકીમાં તોડફોડ પણ કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા. ટોળાએ હેનગાંગ અને સિંગજામેઈ પોલીસ સ્ટેશનમાંથી પણ હથિયારો અને દારૂગોળો કબજે કરવાનોઘણા પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેમના હુમલાને નિષ્ફળ પણ બનાવ્યો હતો.
સુરક્ષા દળો અને ઉપદ્રવિયો વચ્ચે થયું હતું ફાયરિંગ
તે દરમિયાન સુરક્ષા દળો અને ઉપદ્રવિયોની વચ્ચે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ ઉપદ્રવિયોને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ટિયર ગેસ પણ છોડ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube