અફઘાનિસ્તાનથી ઈરાન થઈ ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પર 3000 કિલો હેરોઈનના જથ્થા સાથે 7 આરોપીની અટકાયત 

કચ્છ(ગુજરાત): કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર 2 શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરાતા કરોડો રૂપિયા જેટલો મોટો હેરોઈનનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ માથું ખંજવાળતી થઇ છે. આ મામલે તપાસ એજન્સીએ  અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ ડીઆરઆઈ વિભાગને મુન્દ્રા અદાણી પોર્ટમાં વાયા ઈરાન બંદરથી આવેલા જહાજમાં નશીલા પદાર્થની જથ્થો હોવાના સંકેત મળ્યા હતા. ડીઆરઆઈએ શંકાના આધારે કરેલી તપાસમાં માલસામાનમાં માદક દ્રવ્યો મળી આવ્યા હતા, જે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન માર્ગે ભારતમાં સપ્લાય કરવામાં આવતો હતો. માહિતીના આધારે, એજન્સીએ બે કન્ટેનરને અટકાવ્યા હતા. ‘ઇન્ટર સિડની’ નામના જહાજમાંથી DRIએ કબ્જે લીધેલા કન્ટેનરના પદાર્થની ખરાઈ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી.

એજન્સીનાએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોએ સામગ્રીની તપાસ કરી અને હેરોઇનની હાજરીની પુષ્ટિ કરી હતી. પહેલા કન્ટેનરમાંથી DRI ને 1,999.58 કિલો જથ્થો મળ્યો હતો, જ્યારે બીજા કન્ટેનરમાં 988.64 કિલો સામગ્રી મળી આવી હતી, જે કુલ 2,988.22 કિલોગ્રામ હતી. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના અમદાવાદ, ગાંધીધામ અને માંડવીની સાથે દેશના દિલ્હી, ચેન્નઈ સહિતના સ્થળોએ ગુપ્તચર એજન્સીએ  વ્યાપક શોધખોળ શરુ કરી છે. અત્યાર સુધીની તપાસમાં અફઘાન નાગરિકોની સંડોવણી પણ સામે આવી છે. DRI સાથેની અન્ય તપાસ એજન્સીએ ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓની અટકાયત કર્યા પછી વહેલી સવારે ભુજની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરી પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ મોટા પાએ કરવામાં આવે છે. શનિવારે રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠામાંથી 250 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો પણ ઈરાનથી ગુજરાતમાં લાવવામા આવતો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *