કોઈના શરીરમાં કોઇ અંગ ઓછું કે વધારે હોય તો આપણા દેશના લોકો તેને હેરાન કરવા લાગે છે. અથવા તો તેની પૂજા કરવા લાગે છે. આવી જ એક મહિલા છે ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં જેને લોકો ચુડેલ કહેતા હતા. આજે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે. આવો જાણીએ આ મહિલા કોણ છે?
ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં રહેતી આ મહિલાનું નામ છે નાયક કુમારી. 63 વર્ષીય નાયક કુમારીના પગમાં 19 અને હાથમાં કુલ 12 આંગળીઓ છે. એટલે કુલ 31 આંગળીઓ છે. આ જ આંગળીઓના આધારે નાયક કુમારીને ગિનીસ બુકમાં જગ્યા મળી છે.
ગંજમ જિલ્લાના જે ગામમાં નાયક કુમારી રહે છે ત્યાંના લોકો તેની નજીક આવતા ન હતા. લોકોએ તેની આંગળીઓના કારણે તેને ચુડેલ કહેવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેને ગામની બહાર પણ મોકલી દીધી હતી. જો તે કોઈ ની આજુબાજુ જતી તો લોકો તેને મારવા લાગતા હતાં.
ગાયક કુમારી ગામથી બહાર એક ઝૂંપડીમાં રહે છે. ગરીબ હોવાના કારણે તે પોતાનો ઇલાજ ન કરાવી શકી. પરિવારના લોકો પણ તેને છોડીને ચાલ્યા ગયા છે. નાયક કુમારી સાથે ગામનો કોઈ વ્યક્તિ વાત પણ નથી કરતો.
વિજ્ઞાનની ભાષામાં આ બીમારીને પોલીડેકલિટી કહે છે. આ ખૂબ સામાન્ય બીમારી છે. આ બીમારી 5000 વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિને થાય છે. પરંતુ આટલી બહોળી સંખ્યામાં આંગળીઓ હોવી એ થોડું અસામાન્ય છે.
હવે લોકો ને આશા છે કે ગિનીસ બુકમાં નામ આવ્યા બાદ નાયક કુમારીની ગરીબી ઓછી થઇ શકે છે. પ્રાઇવેટ સંસ્થા તરફથી તેમજ સરકાર તરફથી તેને મદદ કરવાની જાહેરાતો પણ થઈ રહી છે. પહેલી વખત સરકારે તેની તરફ ધ્યાન આપ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે ઓરિસ્સા સરકાર નાયક કુમારીને મકાન આપે અને સાથે જ પેન્શન પણ. જો આવું થયું તો 63 વર્ષીય નાયક કુમારી જેની પાસે 31 આંગળીઓ છે, તેનું જીવન સુધરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.