ગુજરાત(Gujarat): દહેગામ(Dahegam)ના કનીપૂર(Kanipur) ગામે બાવડના ઝાડ સાથે અથડાયા પછી ઈકો કાર(Eco car fire)માં અચાનક જ ભડભડ આગ ફાટી નીકળતા મોરબીનો 35 વર્ષના કાર ચાલક યુવક અંદર જ બળીને ભડથું થઇ ગયો હતો. ઇકો કારમાં પંચર કરાવવા માટે ધમીજ જવા માટે નીકળેલ યુવાનની કાર કનીપૂર ગામે શાળા પાસેના બાવડના ઝાડ સાથે ધડાકાભેર અથડાયા પછી કારની અંદર જ આગમાં ચાલક યુવાન બળીને ખાખ થઈ જતાં દહેગામ પોલીસે(Dahegam Police) અકસ્માતે મોતનો ગુનો નોંધી ને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વાછકપરા ટંકારાનાં રહેવાસી નોંધાભાઈ રૂડાભાઈ ફાગલીયા(ભરવાડ) ગઈ તારીખ 18મી જાન્યુઆરીના રોજ કુટુંબી ભાઈ મૂકેશ ધનાભાઈ ભરવાડ, તેમના પત્ની માલીબેન, વજીબેન હેમંતભાઈ, મગીબેન બટુકભાઈ ગામમાં રહેતા ભત્રીજા ભલાભાઈ પાંચાભાઈ ફાગલીયાની ઈકો કાર ભાડે લઈને કનીપૂર આવ્યા હતા અને કાકાના દિકરા નવઘણભાઈનાં ઘરે રોકાય ગયા હતા.
ગઈકાલે એટલે કે 20મી જાન્યુઆરીએ સાંજના અરસે નોંધાભાઈએ ફોન કરીને ભત્રીજા ભલાભાઈને તમે કઈ જગ્યાએ છો તે પ્રકારની પૂછતાંછ કરવામાં હતી. જેનાં પ્રત્યુતરમાં ભલાભાઈએ ગામમાં જ હોવાનું કહ્યું હતું અને ટાયર પંચર કરાવવા માટે ધમીજ જતો હોવાની વાતચીત કરી હતી. ત્યારે રાતના આઠેક વાગ્યા આજુબાજુ ભલાભાઈએ તેમની કાર બેફિકરાઈથી હંકારીને કનીપૂર ગામની શાળા પાસેના બાવડના ઝાડ સાથે ઈકો કાર ધડાકાભેર અથડાવી દીધી હતી.
જેવો અકસ્માત બન્યો તેવી તરત જ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાંથી બહાર નીકળવા માટે ભલાભાઈએ ખુબ કોશીસ કરી હતી. જોકે, એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ઝપેટમાં ભલાભાઈ સળગીને કારની અંદર જ ભડથું થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવીહતી અને કારમાં લાગેલી ભીષણ આગને ઓલવી દીધી હતી. પરંતુ આગમાં ભલાભાઈ બળીને ભડથું થઈ ગયાં હતાં. આ અંગે દહેગામ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.