ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ડુંગરી નેશનલ હાઇવે(Dungaree National Highway) 48 ઉપરથી રૂપિયા 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની કુખ્યાત આંતરરાજ્ય કંજર ગેંગ(Kanjar gang) નાં 4 આરોપીને પોલીસે મધ્યપ્રદેશના દેવાસ(Dewas) જિલ્લામાંથી પકડી પાડ્યા હતા એટલું નહીં પણ ઝડપાયેલા ચારેય આરોપીઓ અનેક ધાડ-લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ ‘કંજર ગેંગ’ બ્રિટિશ રાજથી લૂંટ અને ધાડની પ્રવૃત્તિ કરતી આવે છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે,ગત 6 સપ્ટેમ્બર ના રોજ મુંબઇ રબાલ ખાતે આવેલી જી.પી.આઇ.કંપનીમાંથી સિગારેટનાં 351 બોક્સ કિંમત 1,64,24,999 નો જથ્થો ભરી અસલાલી અમદાવાદ ખાતે પહોંચાડવા માટે ટેમ્પો ચાલક તથા ક્લિનર સાથે મુંબઇથી નીકળ્યા હતા વલસાડ જિલ્લાના સોનવાડા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ સિગારેટ ભરેલા ટેમ્પોને બે કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ ટેમ્પોચાલક અને ક્લિનરનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી.
ત્યારબાદ બન્ને શખ્સ અધવચ્ચે છોડી ભાગી ગયા હતા કિરણ રોડ લાયન્સના ટ્રાન્સપોર્ટના માલિકે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી CCTV, હ્યુમન ઇન્ટેએજન્સી, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ કોલ ડેટા રેકોર્ડિંગનું એનાલિસિસ કર્યા બાદ તપાસ કરતા હાઇવે પર ધાડ-લૂંટ કરતો એમપીની કંજર ગેંગ હોવાનું બહાર આવ્યું હતું.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ગેંગના ચાર સભ્યો હોવાની ચોક્કસ માહિતી બાદ પોલીસે તમામની વોચ ગોઠવી ઝડપી પાડ્યા કુખ્યાત કજર ગેંગના સાગરીતો ભારત દેશના અલગ અલગ વિસ્તારોમાં ચોરી, લૂંટ, ધાડ કરવાની ટેવવાળા છે. ખાસ કરીને ખૂબ મોટી રકમનો મુદામાલ જતો હોય તેવા ટ્રકોની યેનકેન પ્રકારે માહિતી મેળવી રેકી કરી ટ્રક ડ્રાઇવર, ક્લિનરને અટકાવી બંધક બનાવી અપહરણ કરી વાહનમાંનો માલસામાનની લૂંટ કરી વેચી નાખવાની એમ.ઓ.ધરાવે છે.
આ દરમિયાન તેઓ ખૂબ શિક્તાઇપૂર્વક ગુનાને અંજામ આપે વાહનોમાં ખોટી નંબર પ્લેટોનો ઉપયોગ, મોબાઇલમાં ખોટા સીમકાર્ડનો ઉપયોગ પોલીસ ગેરમાર્ગે દોરાય તેનો ઉપયોગ, ગુનો આચરવામાં વાપરવામાં આવતા વાહનોનો સમાંતર દેખાવમાં ફેરફાર જેવી અનેક તરકીબોનો ઉપયોગ કરે છે. આ કંજર ગેંગ બ્રિટિશ રાજના સમયથી ભારત દેશના અલગ અલગ રાજ્યમાં ધાડલૂંટની પ્રવૃત્તિ કરતી આવતી ગેંગ છે. આ ગેંગની ગુનો કરવાની પદ્ધતિ ઉપરથી થિરન નામની સાથે ફિલ્મ પણ બનવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.